Wednesday, May 1, 2024
Homeઅમદાવાદ : મોડી રાતે નારોલમાં કાપડની ફેક્ટરીમાં લાગેલી આગ સવારે પણ બેકાબૂ
Array

અમદાવાદ : મોડી રાતે નારોલમાં કાપડની ફેક્ટરીમાં લાગેલી આગ સવારે પણ બેકાબૂ

- Advertisement -

અમદાવાદના નારોલ વિસ્તારમાં કાપડની ફેક્ટરીમાં આગ લાગી હતી. ગોપી ઈન્ડસ્ટ્રીઝ નજીક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જે વહેલી સવારે પણ કાબૂમાં આવી નથી. આગના કારણે મિલની દિવાલો પણ ધરાશાયી થઇ છે. કાપડની મિલ હોવાથી આગે વિકારળ સ્વરૂપ ધારણ કર્યું છે. જે હજુ કાબુમાં આવી નથી.

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી કાપડ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. કાપડ ફેક્ટરીમાં ધીરે ધીરે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને લઇને 20થી વધુ ફાયર ફાઇટરોને ઘટના સ્થળે તહેનાત કરી દેવાયા હતા. જે આગ હજુ કાબુમાં નથી આવી. આજે સાંજ સુધીમાં કાબુમાં આવે તેવી શક્યતા છે.

મહત્વનું છે કે, આ ફેક્ટરીમાં લાગેલી આગ અન્ય કંપનીઓમાં ન ફેલાય તે માટે ફાયર વિભાગ દ્વારા જહેમત હાથ ધરાઇ છે. જોકે આ કંપનીમાં આગ લાગી તે સમયે કોઇ હાજર ન હોવાનું સામે આવ્યું છે. આ ફેક્ટરીના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગતા કાપડની સાથે વેસ્ટ મટિરિયલ ખાક થઇ ગયું હતું. જેના કારણે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ લગાવાય રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular