Tuesday, April 30, 2024
Homeઓલિમ્પિક : જમણો હાથ કપાવો પડ્યો તો ડાબા હાથથી નિશાન તાક્યું
Array

ઓલિમ્પિક : જમણો હાથ કપાવો પડ્યો તો ડાબા હાથથી નિશાન તાક્યું

- Advertisement -

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક ડે દર વર્ષે 23 જૂનના રોજ મનાવવામાં આવે છે. પેરિસમાં 1894માં આ દિવસે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી બનાવવામાં આવી હતી. પહેલીવાર 1947માં ડે મનાવવામાં આવ્યો. તેનું લક્ષ્ય વિશ્વભરમાં લોકોને બેસ્ટ દેવા માટે પ્રેરીત કરવું. ખેલાડી વર્કઆઉટ કરી આ દિવસને સેલિબ્રેટ કરે છે. આમ પણ ઓલિમ્પિક ખેલાડીઓ માટે સૌથી મોટું મંચ હોય છે. બધાનું સપનું રમતના આ મહાકુંભમાં રમવાનું હોય છે. એક ખેલાડી માટે ઓલિમ્પિકનું કેટલું મહત્વ હોય છે, તે આ સ્ટોરીમાં વાંચીને જાણીએ…

કેરોલી તકાક્સ હંગરીના શૂટર હતો. ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું હતું. આર્મીમાં જોડાયો, કારણ કે તેને આશા હતી કે આર્મીના માધ્યમથી તે પોતાના લક્ષ્યાંક સુધી પહોંચી શકશે. 1936 માં નેશનલ ચેમ્પિયનશિપ જીતી. 1936 બર્લિન ઓલિમ્પિકમાં રમવાનો ભરોસો હતો. પણ ટીમમાં પસંદગી ન પામ્યો. તેનું મોટુ કારણ હંગરીની આર્મીમાં સાર્જંટ હોવાનું હતું. તે સમયે માત્ર કમીશંડ ઓફિસર જ ઓલિમ્પિકમાં રમતા હતા. આ આઘાતથી તે હજુ બહાર આવ્યો ન હતો ત્યાં બીજી ઘટના બની ગઇ. 1938 માં આર્મી ટ્રેનિંગમાં તેના જમણા હાથમાં ગ્રેનેટ ફાટી ગયો. તેથી તેનો હાથ અલગ કરવો પડ્યો. તેણે હાર ન માની. બધાથી છુપાઇને ડાબા હાથથી તૈયારી શરૂ કરી.

એક વર્ષ બાદ નેશનલ ચેમ્પિયનશિપમાં બધાને ચોંકાવી દેતા ગોલ્ડ મેડલ જીત્યો. જે હાથથી કેરોલી લખી પણ શકતો ન હતો, તે હાથથી તે નિશાન લગાવતો હતો. તે જ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો. તેને ત્યારબાદના વર્ષમાં રમાનાર ઓલિમ્પિકમાં રમવાનો ભરોસો હતો. પણ બીજા વિશ્વયુદ્ધના કારણે 1940 ની ઓલિમ્પિક રદ્દ થઇ. સમયે ફરી તેના ધૈર્યની પરીક્ષા લીધી. 1944 ઓલિમ્પિક પણ રદ્દ કરવો પડ્યો. કેરોલીની ઉંમર વધતી જઇ રહી હતી. ત્યારબાદ તે તક આવી, જેની તે 12 વર્ષથી રાહ જોઇ રહ્યો હતો.

અંતે 1948 માં લંડન ઓલિમ્પિક થઇ, કેરોલી 38 વર્ષની ઉંમરમાં 25 મી. રેપિડ ફાયર પિસ્ટલમાં ગોલ્ડ પર નિશાન તાક્યું. તે પણ વર્લ્ડ ચેમ્પિયનને હરાવીને. તે આટલેથી ન રોકાયો. 1952 હેલસિંકી ઓલિમ્પિકમાં પણ ફરી એકવાર ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો. આ ઇવેન્ટમાં બે ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર પહેલો નિશાનેબાજ બન્યો. 5 જાન્યુઆરી 1976 ના રોજ તેનું નિધન થઇ ગયું. પણ જે ઇચ્છા કરી હતી તે કરીને રહ્યો.

હંગરીના કેરોલીએ 38 વર્ષની ઉંમરમાં પહેલીવાર ઓલિમ્પિકમાં રમ્યો હતો, આ ઉમરમાં ખેલાડી નિવૃત્તિ લેવાનું વિચારે છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular