Sunday, May 19, 2024
Homeગુજરાતલીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે 108માં આવેલા દર્દીનું મોત

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે 108માં આવેલા દર્દીનું મોત

- Advertisement -

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આડેધડ પાર્કિંગને કારણે 108માં આવેલા દર્દીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. લીંબડી હોસ્પિટલમાં બેફામ પાર્કિંગને કારણે 108ને જવાની જગ્યા નહોંતી મળી ત્યારે 108ના ડ્રાઈવરે 10 મીનીટ સુધી માઈક એલાઉન્સ કરવા છતાં કાર માલીક પણ આવ્યા ન હતા. જેને કારણે દર્દીને સમયસર સારવાર મળી શકી ન હતી.

આજે સવારે એક વ્યક્તિને લીંબડી ઓનેસ્ટ હોટલ સામે એકાએક ચક્કર આવતાં અથવા તડકાથી ગરમી લાગતા તે બેભાન થઈ ગયો હતો. જેથી તેને બેભાન હાલતમાં સારવાર અર્થે તાકીદે 108માં લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો, પરંતુ લીંબડી સિવિલ હોસ્પિટલમાં બેફામ પાર્કિંગને કારણે 108 એમ્બ્યુલન્સ વાનને જવાની જગ્યા નહોતી મળી.

ત્યારે 108 એમ્બ્યુલન્સ વાનના ડ્રાઈવરે 10 મીનીટ સુધી માઈક એલાઉન્સ કરવા છતાં એક પણ કાર માલિક પણ આવ્યા ન હતા. ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટમાં ફરજ પરના હાજર તબીબે દર્દીને મૃત જાહેર કર્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આડેધડ પાર્કિંગને કારણે 108માં આવેલા દર્દીનું કમકમાટીભર્યું મોત થયું હતું. લીંબડી સિવિલ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલમાં આડેધડ પાર્કીંગ મામલે તાકીદે કડક કાર્યવાહી કરી પગલા લેવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular