Sunday, May 19, 2024
HomeરેસિપીRECIPE : બદામ અને નાળિયેરની કેક

RECIPE : બદામ અને નાળિયેરની કેક

- Advertisement -

સામગ્રીઃ

એક કપ બદામ, બે ટીસ્પૂન આખું મીઠું, બે ટીસ્પૂન નાળિયેરનું તેલ, ત્રણ ટેબલ સ્પૂન મધ, એક ટીસ્પૂન વેનિલા એક્સટ્રેક્ટ, અડધો કપ તાજું ખમણેલું નાળિયેર, અડધો કપ કોળાનાં બીજ, અડધો કપ સૂરજમુખીનાં બીજ, પોણો કપ બદામની કતરણ, પોણો કપ ફ્રોઝન બ્લૂબેરી, નાળિયેરનું તેલ, ચોપડવા માટે.

રીતઃ

બદામને પર્યાપ્ત ગરમ પાણીમાં પલાળી, ઢાંકણ વડે ઢાંકીને એક કલાક સુધી બાજુ પર મૂકી રાખ્યા પછી નિતારીને તેની છાલ કાઢી લો. એ પછી બદામની સાથે આખું મીઠું મેળવી મિક્સરમાં સારી રીતે ફેરવી લીધા પછી તેને બાજુ પર રાખો. હવે એક ઊંડા બાઉલમાં નાળિયેરનું તેલ, મધ, વેનિલા એક્સટ્રેક્ટ અને એક ટેબલસ્પૂન પાણી મેળવી સપાટ ચમચા વડે સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં બાકી રહેલી વસ્તુઓ સાથે બદામનું મિશ્રણ મેળવી સ્પેટુલા વડે સારી રીતે મિક્સ કરી લો. હવે એક 175 મિમી. વ્યાસના ગોળ એલ્યુમિનિયમના ટીનમાં નાળિયેરનું તેલ ચોપડી, તેમાં તૈયાર કરેલું મિશ્રણ મૂકો અને સ્પેટુલા વડે સમતલ કરી લો. તે પછી તેને આગળથી ગરમ કરેલા ઓવનમાં 200 સેલ્શિયસ તાપમાન પર 20 મિનિટ સુધી બૅક કરી લો. ગરમગરમ પીરસો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular