Wednesday, May 1, 2024
HomeરેસિપીLIFESTYLE: નાસ્તામાં ખાઈ લો આ ચિલ્લા, દિવસભર રહેશો એનર્જેટિક

LIFESTYLE: નાસ્તામાં ખાઈ લો આ ચિલ્લા, દિવસભર રહેશો એનર્જેટિક

- Advertisement -

રવાની મદદથી તૈયાર કરો બ્રેકફાસ્ટ

જો તમે પણ એકના એક નાસ્તાથી કંટાળી જાઓ છો તો તમે ઘરે જ સરળતાથી હેલ્ધી અને ટેસ્ટી ચિલ્લા તૈયાર કરી શકો છો. આપણા ઘરમાં રવો તો સરળતાથી મળી રહે છે અને સાથે જ તેનાથી આપણે અનેક વાનગીઓ પણ બનાવી લેતા હોઈએ છીએ. તો હવે તમે બ્રેકફાસ્ટમાં રવાના ચિલ્લા તૈયાર કરી શકો છો. આ ફટાફટ બની જશે અને સાથે જ બાળકોને પસંદ પણ આવશે. તો જાણો કેવી રીતે ઘરે સરળતાથી આ વાનગી બનાવી શકાશે.

 

સામગ્રી

1 કપ રવો
1/2 કપ દહીં
બારીક સુધારેલી ડુંગળી
1 બારીક સુધારેલું ટામેટું
1 નંગ સુધારેલું ગાજર
1 બારીક સુધારેલું શિમલા મરચું
સ્વાદ અનુસાર મીઠું
1 નાની ચમચી લાલ મરચું
પાણી જરૂર પ્રમાણે
તેલ જરૂર પ્રમાણે
1-2 નંગ લીલા મરચા
બારીક સુધારેલી કોથમીર
બનાવવાની રીત

સૌ પહેલા એક બાઉલમાં રવો અને દહીંને મિક્સ કરો અને તેને સારી રીતે ફેંટી લો. એક વાતનું ધ્યાન રાખો કે આ મિશ્રણ વધારે પાતળું કે વધારે જાડું ન હોય. હવે આ તમામ શાક જેમકે ડુંગળી, ટામેટા, ગાજર, શિમલા મરચા, કોથમીર અને લીલા મરચાને બારીક સુધારીને તેમાં મિક્સ કરો. તેમાં લાલ મરચુંસ મીઠું મિક્સ કરો અને સાથે તેને સારી રીતે હલાવી લો. હવે 15 મિનિટ સુધી તેને એમ જ રહેવા દો. 15 મિનિટ બાદ એક પેન લો અને તેને ગેસ પર રાખો. તેમાં તેલ ઉમેરો. તેલ ગરમ કરો અને સાથે તેની પર રવાનું મિશ્રણ ઉમેરો. બંને તરફ પલટાવીને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. હવે તેને પ્લેટમાં કાઢી લો. તેને લીલી ચટણી, નારિયેળની ચટણી, શિંગની ચટણી અને સોસની સાથે સર્વ કરી શકાશે. ગરમા ગરમ ચિલ્લા બાળકોથી લઈને મોટેરાંઓને પસંદ આવે છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular