BHARUCH : મેઘરાજાની પ્રતિમાને અપાઈ રહ્યો છે આખરી ઓપ, રક્ષાબંધનના દિવસે થશે સંપૂર્ણ શણગાર

0
135
meetarticle

સમગ્ર દેશમાં એકમાત્ર ભરૂચમાં જ ભરાતા મેઘરાજાના લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મેળાના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર એવી મેઘરાજાની પ્રતિમાને આખરી ઓપ આપવાનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. પરંપરા મુજબ, દિવાસાની રાત્રે ભોઈ સમાજના યુવાનો દ્વારા 5.5 ફૂટ ઊંચી અને અંદાજે 350 કિલોથી વધુ વજન ધરાવતી આ વિશાળ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને હાલ ભોઈવાડમાં સ્થાપિત કરવામાં આવી છે.
વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર, આ પ્રતિમાને ધીમે ધીમે વાઘા પહેરાવીને શણગારવામાં આવી રહી છે. ભોઈ સમાજના યુવાનો અને કારીગરો દ્વારા રાત-દિવસ મહેનત કરીને પ્રતિમાને અનોખો અને ભવ્ય દેખાવ આપવામાં આવી રહ્યો છે. આ શણગારનું કાર્ય રક્ષાબંધનના પવિત્ર દિવસે પૂર્ણ થશે, ત્યારબાદ મેઘરાજાની ભવ્ય પ્રતિમા ભક્તોના દર્શન માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે.

આગામી દિવસોમાં મેઘરાજાની પ્રતિમાની ભવ્ય શોભાયાત્રા શહેરમાં નીકળશે, જેના માટે ભરૂચના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેળા થકી ભરૂચની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરા જીવંત રહે છે.

REPOTER : કેતન મહેતા, ભરૂચ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here