NARMADA : નેપાળના યુવા સાંસદો અને નેતાઓનું પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાત લીધી

0
110
meetarticle

નેપાળના યુવા સાંસદો અને નેતાઓનું પ્રતિનિધિમંડળ ધ ફ્રી યુથ ડેમોક્રેટિક ઓર્ગેનાઈઝેશનના ચેરપર્સન અરબિંદ માહતોની આગેવાની હેઠળ નર્મદા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુલાકાતે આવ્યું હતું.

પ્રતિનિધિમંડળના સભ્યોને પ્રથમ નજરે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના ભવ્ય દર્શન થતાં તેઓ અભિભૂત થયા હતા અને દેશના એકીકરણમાં સરદાર સાહેબના યોગદાનની ઊંડાણપૂર્વક પ્રશંસા કરી હતી.

પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર નર્મદા ડેમ, વિદ્યાંચલ-સાતપુડાની ગિરીમાળાઓ અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. સ્ટેચ્યુ પરિસરમાં મહેમાનોએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, આદર્શો, વિચારધારા અને રાષ્ટ્રીય એકતા માટેના તેમના ઐતિહાસિક યોગદાન અંગે ગાઈડ પાસેથી વિસ્તૃત માહિતી મેળવી હતી.

મહેમાનોએ સરદાર સાહેબનું જીવનદર્શન અને એકતા માટેનો દ્રષ્ટિકોણ સમગ્ર દક્ષિણ એશિયાની યુવા પેઢી માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. પ્રતિનિધિમંડળની મુલાકાત સફળ અને યાદગાર બની હતી. સૌએ સાથે મળીને સ્ટેચ્યુ પરિસરમાં સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા સાથે સમૂહ તસવીર ખેંચાવીને ગૌરવની લાગણી અનુભવી હતી. તેમજ સાંજ વેળાએ સરદાર સાહેબની જીવન કવનની ઝાંખી કરાવતો લેશર સો નિહાળ્યો હતો.

REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here