ચાણોદ ખાતે શાંતિમય ભક્તિમય વાતાવરણ વચ્ચે દશામાં ની પ્રતિમાઓનું નર્મદાજીમાં વિસર્જન કાર્ય સંપન્ન થયું
ચાણોદ સુપ્રસિદ્ધ મલ્હારાવઘાટ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ માં દશામાની સામૂહિક આરતી પૂજન અર્જન કરી પવિત્ર નર્મદાજીમાં દશામાની પ્રતિમાનું ભક્તિ સભર માહોલ વચ્ચે વિસર્જન કરાયું દીન દયાળી દશામાં ના વિસર્જન વખતે ભક્તો ભાવુક બન્યા
ડભોઇ તાલુકાના ચાણોદ તીર્થ સ્થાન ખાતે આજે મોડી રાત્રે થી દશામાં માઈ ભક્તો વિસર્જન માટે આવી પહોંચ્યા હતા
દશામાં ના સેકડો માઇભક્તો એ દીવાશા થી ભારે શ્રદ્ધા ભક્તિ આશા સાથે ભોળી દિન દયાળી દશામાં નુ ઘરે સ્થાપન કર્યું હતું. દસ દિવસ ના આ વ્રત દરમિયાન ઉપવાસ સાથે માં ની આરાધના માં લીન થયા હતા. દસ દિવસ ભજન કીર્તન ભક્તિ સંગીત સાથે મંદિરીયા ની સજાવટ કરી માં ની કૃપા બની રહે દુ:ખડા દૂર થાય તેમના સદાય આશીર્વાદ મળતા રહે તેવી ભાવના સાથે વ્રતની ઉજવણી કરી હતી. માં દશામા ના વ્રત દસ દિવસ પૂરા થતા આજે મોડી રાત્રી થી સમગ્ર ચાણોદ પંથક સહિત ડભોઇ વડોદરા સેગવા કરજણ તરફ થી મોટી સંખ્યામાં માઈ ભક્તો પોતાના વાહન આઇસર ટેમ્પો પીકપ eeco વાન સહિત ટુ-વ્હીલર બાઈક ટ્રેક્ટર સહિતના વાહનો લઇ ચાણોદ તરફ પ્રતિમાન વિસર્જન માટે ઘસારો શરૂ થઈ ગયો હતો ્
માઈ ભક્તો ચાણોદના બસ સ્ટેન્ડ થી વાજતે ગાજતે ભજન કીર્તન સાથે અબીલ ગુલાલ ની છોડો ઉડાડતા પગપાળા ચાણોદના મુખ્ય માર્ગ થઈ સુપ્રસિદ્ધ મલ્હારાવ ઘાટ ખાતે પહોંચી શ્રદ્ધા ભક્તિ સાથે આવેલા ભક્તો એ સામૂહિક માતાજીની આરતી મહાપુજા કરી ચાણોદની નાવડી મારફતે નર્મદાજીના મધ્ય જઈ વિસર્જન કરાવ્યું હતું ્ અત્રે ઉલ્લેખ નીય છે કે ચાણોદ ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ માંથી પાણી છોડાતા નદી બે કાઢે નહીં રહી છે સ્નાન ઘાટ અડધો થી ઉપર પૂરના પ્રવાહમાં ગરક હોય જેથી સલામત રીતે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કાર્ય થાય એ હેતુથી ચાણોદ નાવિક ભાઈઓ દ્વારા ફક્ત દશામાની પ્રતિમાઓ નાવડીમાં લઈ જઈ નદીમાં મધ્યમાં લઈ જઈ વિસર્જન કાર્ય સંપન્ન કરાવ્યું હતું. દશામાનો માઇ ભક્તો સ્નાનઘાટ પર ઉભા રહી દૂરથી દશામાં વિસર્જન કાર્ય નિહાળ્યું હતું ભારે હૈયે જય દશામાં જય દશામાં ભાવવિભોર થઈ જયકાર થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સલામત રીતે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કાર્ય સંપન્ન થાય એ માટે મોડી રાતથી દિવસ દરમિયાન સુધી ચાણોદ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો . શાંતિમય વાતાવરણ વચ્ચે દશામાં હજારો પ્રતિમાનું વિસર્જન કાર્ય સંપન્ન થયું હતું
REPOTER : મુકેશ ખત્રી ચાણોદ



