SURENDRANAGAR : લખતરમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

0
68
meetarticle

સુરેન્દ્રનગરના લખતરમાં ઢાંકી પાસે આવેલા નાળામાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. કેનાલમાં મૃતદેહ તરતો હોવાની જાણ થતાં લખતર પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સુરેન્દ્રનગર ફાયર ફાઈટર ટીમની મદદથી મૃતદેહને બહાર નીકાળીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્રમ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી માહિતી મુજબ, લખતર તાલુકામાંથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદા કેનાલમાં વારંવાર મૃતદેહો મળતા હોવાનું સામે આવે છે, ત્યારે લખતરમાં ઢાંકી પાસે આવેલા સાતનાળાના સાયફનમાંથી મૃતદેહ મળ્યો હતો. પોલીસે મૃતદેહની ફોરેનસિક તપાસ કરવાને લઈને રાજકોટ ખસેડવામાં આવ્યો છે.સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતક વ્યક્તિ કોણ છે અને તેની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે, તેને લઈને તપાસ હાથ ધરી છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બનાવને લઈને વધુ માહિતી મળે તેવી શક્યતા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here