નોકરીની લાલચ આપી પોરબંદરની સગીરા અને એક મહિલાને અમદાવાદ લાવી દેહવ્યાપારમાં ધકેલી દેવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સગીરાને નિકોલ વિસ્તારમાં એક હોટલમાં ગોંધી રાખી દેહવેપાર માટે મજબૂર કરનાર ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાંથી પોલીસે એકની ધરપકડ કરી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
દેહવ્યાપારમાં ધકેલી દેવાના નેટવર્કનો પર્દાફાશ
નિકોલ પોલીસે બ્રીજરાજસિંહ ચૌહાણ નામના આરોપીની યુવતીઓને દેહવેપારમાં ધકેલવાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલો આરોપી મૂળ મોરબી વાંકાનેરનો રહેવાસી છે. પોરબંદરમાં રહેતી એક 17 વર્ષીય સગીરા અને 24 ભારતીય યુવતીને બેંકમા નોકરી આપવાની વાત કરી બન્નેને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જે બાદ નિકોલ રિંગ રોડ પર આવેલી હોટલ પીવીઆરમાં ગોંધી રાખી આરોપીઓએ દેહ વ્યાપાર માટે મજબૂર કરી હતી. જોકે સગીરા અને યુવતીને તો મંજૂર ન હોવાથી પોલીસ અને પરિવારને જાણ કરાતા પોલીસે આ ગુનામાં રાજદીપ સિંહ જાડેજા, મમતા ઉર્ફે માહી પટેલ, ઝડપાયેલ આરોપી બ્રિજરાજસિંહ ચૌહાણ, લાલાભાઇ, સોનલબેન તથા મહેશ નામના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધ વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસે એકની ધરપકડ કરી ફરાર આરોપીઓની શોધખોળ
આ ગુનામાં ભોગ બનનાર 17 વર્ષની સગીરાનો સોશયલ મીડિયા થકી ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજા સાથે પરિચય થયો હતો. જે બાદ આ કેસની 24 વર્ષિય ફરિયાદી અને સગીરા 3 તારીખે પોરબંદર થી નીકળી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ આવ્યા હતા. જે બાદ 4 તારીખે રાત્રે અમદાવાદની નિકોલમાં આવેલી હોટલ પીવીઆરમાં રોકાયા હતા. જ્યાં આરોપીએ સગીરા અને મહિલાને દેહ વ્યાપાર કરવા માટે ધમકી આપી હતી. આરોપીએ 24 વર્ષીય મહિલાના બાળકને મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે બાદ ભોગ બનનારે પોલીસ અને પરિવારને જાણ કરતા મામલો સામે આવ્યો જે બાદ પોલીસે ફરિયાદ નહોતી એકની ધરપકડ કરી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


