ઇટાલીના શું છે હાલ ?
2,451.84 ટન સોના સાથે ઇટાલી ત્રીજા ક્રમે છે. ઇટાલીની અર્થવ્યવસ્થાએ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પરંતુ દેશે તેના સોનાના ભંડાર જાળવી રાખ્યા છે. તે યુરોપમાં ત્રીજા ક્રમનો સૌથી મોટો સોનાનો ભંડાર ધરાવતો દેશ છે. અને તેની મોટાભાગની સંપત્તિ બેંક ઓફ ઇટાલીમાં જમા છે.
ફ્રાન્સનું અર્થતંત્ર કેટલું મજબૂત ?
ફ્રાન્સ પાસે 2,436.94 ટન સોનાનો ભંડાર છે. ફ્રાન્સ દાયકાઓથી તેના સોનાના ભંડારને સુરક્ષિત રાખ્યું છે. બેંક ઓફ ફ્રાન્સમાં સંગ્રહિત આ સોનું દેશની આર્થિક સ્થિરતાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ માનવામાં આવે છે.
રશિયા પાસે કેટલો ભંડાર ?
2,335.5 ટન સોના સાથે, રશિયા પાંચમા સ્થાને આવે છે. રશિયાએ મોટા પ્રમાણમાં સોનું ખરીદ્યું છે. તે ડોલર પરની નિર્ભરતા ઘટાડીને તેની વિદેશી સંપત્તિમાં સોનાનો હિસ્સો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
ચીનનો કેટલામો નંબર ?
ચીન પાસે 2,191.53 ટન સોનાનો ભંડાર છે. ચીનનો સોનાનો ભંડાર સતત વધી રહ્યો છે. તે વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર છે. તે હજુ પણ સોનાની દ્રષ્ટિએ છઠ્ઠા સ્થાને આવે છે. ચીન સોનાનો સૌથી મોટો ઉત્પાદક પણ છે. પરંતુ તેના ઉત્પાદનનો મોટાભાગનો ભાગ સ્થાનિક ભંડારમાં ઉમેરે છે. વિશ્લેષકો માને છે કે ચીન પાસે ખરેખર આના કરતાં ઘણું વધારે સોનું હોઈ શકે છે, જે સત્તાવાર ડેટામાં દર્શાવવામાં આવ્યું નથી, ચીન વિશ્વનો સૌથી મોટો સોનાનો ઉત્પાદક દેશ પણ છે. ચીન તેના સોનાના ભંડારનો ઉપયોગ તેની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા અને તેના ચલણના મૂલ્યને ટેકો આપવા માટે કરે છે.
સ્વિટ્ઝર્લૅન્ડ કયા સ્થાને ?
1,040.00 ટન સોના સાથે, સ્વિટ્ઝર્લૅન્ડ સાતમા ક્રમે છે. સ્વિટ્ઝર્લૅન્ડ તેની બેંકો અને નાણાકીય સ્થિરતા માટે પ્રખ્યાત છે. તેની પાસે માથાદીઠ સૌથી વધુ સોનું છે. સ્વિટ્ઝર્લૅન્ડના સોનાના ભંડાર મુખ્યત્વે સ્વિસ નેશનલ બેંક દ્વારા નિયંત્રિત છે.
ભારતનો કયો ક્રમ ?
ભારત પાસે 853.78 ટન સોનાના ભંડાર છે. ભારત વિશ્વના સૌથી મોટા સોનાનો વપરાશ કરતા દેશોમાંનો એક છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશના સોનાના ભંડારનું સંચાલન કરે છે. આ ઉપરાંત, ભારતીય ઘરો અને મંદિરોમાં પણ મોટી માત્રામાં સોનું સંગ્રહિત છે, જેનો સત્તાવાર આંકડાઓમાં ઉલ્લેખ નથી.
જાપાન પાસે કેટલું સોનું ?
જાપાન પાસે 845.97 ટન સોનાનો ભંડાર છે. જાપાને તેની અર્થવ્યવસ્થાને સ્થિર રાખવા માટે તેના સોનાના ભંડારમાં વધારો કર્યો છે. જાપાનનું સોનું મુખ્યત્વે બેંક ઓફ જાપાનમાં રાખવામાં આવે છે અને તે દેશના ચલણને સ્થિર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
નેધરલેન્ડ કયા ક્રમે આવે છે ?
612.45 ટન સોનાના ભંડાર સાથે, નેધરલેન્ડ દસમાં સ્થાને છે. નેધરલેન્ડ્સે તાજેતરમાં જ તેના કેટલાક સોનાના ભંડારને ન્યૂયોર્કથી તેના દેશમાં પાછું ટ્રાન્સફર કર્યું છે. ડચ સેન્ટ્રલ બેંક આ સોનાનું સંચાલન કરે છે અને તે દેશની નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે.
પાકિસ્તાન કયા ક્રમે ?
વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરમાં પાકિસ્તાનનો સોનાનો ભંડાર 64.74 ટન હતો. આ સંદર્ભમાં, પાકિસ્તાન વિશ્વમાં 46માં ક્રમે છે.