NATIONAL : રાખડી ખરીદતી વખતે આવી ભૂલો ન કરતા, નહીંતર ભાઇ-બહેનના સંબંધોમાં પડી શકે છે તિરાડ !

0
52
meetarticle

આવતીકાલે રક્ષાબંધન છે અને હવે માત્ર અમુક કલાકો જ રહી ગયા છે. અને જો હજી સુધી તમે રાખડી ના ખરીદી હોય અને હવે રાખડી ખરીદવા જવાના હોય તો બજારમાં જાવ તે પહેલા આ ખાસ વાંચીને જજો.

રાખડી ખરીદતી વખતે આટલી વાતનું ખાસ ધ્યાન રાખજો જેથી તમારા અને તમારા ભાઈના સંબંધમાં તિરાડ ના પડે.

1. રક્ષાબંધનની ઉજવણી
સમગ્ર ભારતભરમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમો આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે. આવતીકાલે આ તહેવાર છે અને ગણતરીના કલાકો જ બાકી છે આ તહેવારને આડે ત્યારે તમે પણ બધી તૈયારીઓ કરી લીધી હશે. બજારમાં રક્ષાબંધનના સેલિબ્રેશનના ભાગરૂપે રાખડીઓ અને અન્ય વસ્તુઓથી માર્કેટ ધમધમે છે. આ દિવસે બહેન તેના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધે છે, અને ભાઈના ઉજ્જવળ ભવિષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈ તેની બહેનનું દરેક પરિસ્થિતિમાં રક્ષણ કરવાનું વચન આપે છે. રક્ષાબંધનનું ધાર્મિક મહત્ત્વ પણ ખૂબ છે.

2. 9 ઓગસ્ટે છે શ્રાવણી પૂનમ
આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ શનિવારના રોજ આવશે. જો તમારે હજુ પણ તમારા ભાઈ માટે રાખડી લેવાની બાકી હોય તો ખાસ આ વાંચીને જજો. બજારમાં ખૂબ સુંદર રાખડીઓનું કલેક્શન હશે. પણ એમાંથી તમારા ભાઈ માટે કઈ અને કેવી રાખડી ખાસ ના લેવી જોઈએ એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અમુક એવી રાખડીઓ છે કે જે ખાસ ભૂલથી પણ ના ખરીદવી જોઈએ. આમ કરવાથી ભાઈ અને બહેનના સંબંધમાં ખટાશ અને કડવાશ આવી શકે છે.

3. આ રાખડી લેવાનું ટાળો
રાખડી ખરીદવા અંગે જ્યોતિષ કહે છે કે જ્યારે પણ રાખડી લેવા જાવ ત્યારે ખાસ ધ્યાન રાખો કે કોઈ ખંડિત ફોટોવાળી કે પછી જૂની રાખડી બિલકુલ પણ ના ખરીદવી જોઈએ. આ પ્રકારની રાખડી બાંધવી પણ ના જોઈએ. જો કોઈ ખંડિત રાખડી હોય તો તેની અશુભ અસર પડે છે. મોટા ભાગે બહેનો પોતાના ભાઈ માટે ભગવાનના ફોટો કે તેના પ્રતિક જેમ કે ભગવાન ગણેશ, કૃષ્ણ કે અન્ય દેવતાઓની છબી વાળી રાખડીઓ પોતાના ભાઈને બાંધવાનું પસંદ કરે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે ભાઈને આવી રાખડીઓ બિલકુલના બાંધવી જોઈએ. કારણકે આમ કરવાથી ભગવાનનું અપમાન થાય છે. અને આના લીધે તમારા ભાઈ ઉપર નેગેટિવ અસર પડી શકે છે.

4. બ્લેક રાખડી ના બાંધો
હિન્દુ ધર્મમાં બ્લેક રંગને નેગેટિવ કલર તરીકે જોવામાં આવે છે. માટે ભૂલથી પણ તમારા ભાઈને કાળા રંગની રાખડી ના બાંધશો. જો આવું કર્યું તો તમારા ભાઈ બહેન વચ્ચે વાદ-વિવાદ થઈ શકે છે. સંબંધમાં તણાવ આવી શકે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here