TOP NEWS : ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે ગોજારો અકસ્માત સર્જાયો, ઘટનાસ્થળે 3ના મોત, 2 ઇજાગ્રસ્ત

0
76
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે અકસ્માતમાં ગંભીર અકસ્માત બન્યો. આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજયા અને 2 લોકોને ગંભીર ઇજા પહોંચી. ઈજાગ્રસ્તોને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા. અકસ્માત ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર થયો હોવાથી ત્યાં રાજસ્થાન પોલીસ પણ પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.

ભેંસલા પાસે ગોઝારો અકસ્માત

મળતી માહિતી મુજબ આવતીકાલે 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધન તહેવાર છે. તહેવારને લઈને લોકો ખાનગી વાહન અથવા સરકારી બસમાં પોતાના વતન જઈ રહ્યા છે. દરમિયાન ગતરોજ અરવલ્લી પાસેથી ઈકો કાર પસાર થઈ રહી હતી ત્યારે બાઈક સાથે ભંયકર અથડામણ થઈ. ઇકો કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો. પૂરપાટ વેગે આવતી કારની સ્પીડ એટલી બધી હતી કે બાઈક સાથે અથડાયા બાદ રોડ પાસેના ગરનાળામાં ખાબકી. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર ભેંસલા પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો.

ભેંસલા પાસે ઇકો કાર અને બાઈકની ભયંકર અથડામણમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજયા. અકસ્માતને પગલે ત્યાં સ્થાનિકોની ભીડ ભેગી થઈ. લોકોએ પોલીસને અકસ્માતની જાણ કરી. પોલીસ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. કાર અને બાઈક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલક અને ઈકો ડ્રાઈવર સહીત ત્રણ ના મોત થતા તમામના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. અને ઘટનામાં 2 ઇજાગ્રસ્તને રાજસ્થાન હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here