NATIONAL : આવકવેરા સુધારા બિલ પાછું ખેંચાયું સોમવારે લોકસભામાં ફરી રજૂ કરાશે

0
49
meetarticle

સિલેક્ટ કમિટી તરફથી ૨૮૫ જેટલા સુધારાઓ સૂચવવામાં આવ્યા હોવાને કારણે કેન્દ્રના નાણાં ખાતાં ૧૩મી ફેબ્રઆરીએ રજૂ કરેલું ઇન્કમટેક્સ એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૫ પાછું ખેંચીને ૧૧મી ઓગસ્ટે સિલેક્ટ કમિટીએ સૂચવેલા સુધારા સાથેનું બિલ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. ૧૯૬૧ના આવકવેરા ધારાને સરળ બનાવીને તેનુ સ્થાન લેવા માટે તૈયાર કરવામાં આવેલા ઇન્કમટેક્સ સુધારા ખરડામાં કાયદાને સરળ બનાવવાનું અને દંડને ઓછો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સિલેક્ટ કમિટિના વડા બૈજયંત પાંડા તરફથી સંસદમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો તે પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કંપનીઓ વચ્ચે ડિવિડંડનું વિતરણ કરવાને લગતી કલમ ૮૦ (એમ) અંગે પણ કેટલા સુધારાઓ સૂચવાયા છે. કંપનીઓ વચ્ચે ડિવિડંડની વહેંચણી થાય ત્યારે કલમ ૧૧૫બીએએની જોગવાઈનો લાભ આપવામાં આવતો હતો. આ ડિવિડંડ પર સ્પેેશિયલ રેટ લગાડવામાં આવી રહ્યો છે. ડ્રાફ્ટ બિલમાં આ બાબતનો ઉલ્લેખ કરવાનો જ રહી ગયો હતો. સિલેક્ટ કમિટીએ આ બાબત પરત્વે ધ્યાન દોર્યું હતું. સિલેક્ટ કમિટીએ સૂચવેલા મોટાભાગના સુધારાઓ સમાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુધારાઓમાં આવકવેરાના નિયમો કે કલમોનો ભંગ કરવા બદલ અગાઉના બિલમાં બહુ જ મોટી રકમનો દંડ કરવામાં આવતો હતો. હવે આ દંડની રકમ ખાસ્સી ઓછી કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કરદાતા ડયૂ ડેટ પછી તેનું રિટર્ન ફાઈલ કરે તો તેને રિફંડ આપવાની ફેબુ્રઆરીમાં રજૂ કરવામાં આવેલા ખરડામાં ના પાડી દેવામાં આવી હતી. આ રિફંડ આપી દેવાનું સૂચન સિલેક્ટ કમિટીએ જણાવ્યું છે. કરદાતાએ ફ્લેટ ખરીદ્યો હોય અને બાંકામ કામ ફાઈનલ ન થયુ હોય તો પહેલા લોન લઈને હપ્તા ભર્યા હોય તો તે રકમ વેરામાં બાદ આપવામાં આવતી નહોતી. હવે તે રકમ પણ બાદ આપવાની ભલામણ કરવામાં આવી છે. હા, તેને માટે જૂની સિસ્ટમ મુજબ રિટર્ન ફાઈલ કરવાનું આવશે.

સૌ પ્રથમ તો કોઈ વ્યક્તિ ફ્લેટની ખરીદી કરવા માટે બેન્કમાંથી લોનનો ઉપાડ કરે છે. તે પ્રોપર્ટીનું બાંધકામ થાય તે પહેલા જ તેના પર વ્યાજ ચૂકવે છે. વ્યાજની આ રકમ કરદાતાને આવકમાંથી બાદ આપવામાં આવતી નથી. માત્ર પોતાની માલિકીની મિલકતમાં જ લોનના વ્યાજની ચૂકવણીની રકમ આવકમાંથી બાદ આપવામાં આવે છે. સિલેક્ટ કમિટીએ સૂચવેલા મોટા સુધારામાંનો આ એક સુધારો છે. તદુપરાંત મ્યુનિસિપાલટીના વેરાની કપાત કર્યા પછી આપવામાં આવતા ૩૦ ટકા સ્ટાન્ડર્ડ ડિડક્શનનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલો હોવો જોઈએ, તેવો આગ્રહ સિલેક્ટ કમિટીએ રાખ્યો છે. આ લાભ ભાડાંની મિલકતના માલિકોને પણ આપવો જોઈએ.

ચેરિટેબલ ટ્રસ્ટને માટે પણ કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા છે. ચેરિટેબલ ટ્રસ્ટને નનામી ડોનેશન આવતું હતું તેના પર ૩૦ ટકાના દરે ટેક્સ લેવાનું ફેબ્આરીમાં રજૂ કરવામાં આવેલા સુધારા ખરડામાં નક્કી કરવામાં આવ્યું હતું. આ સુધારો લાવવાને કારણે ટ્રસ્ટની તકલીફો વધી જવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. નાના નાના દાતાઓના નામ અને આધારકાર્ડ કે પાનકાર્ડ મેળવવા કઠિન હોવાથી તે રકમના દાતાઓની વિગતો આપી શકાય તેમ ન હોવાની દલીલ આગળ કરવામાં આવી હતી. સિલેક્ટ કમિટીએ પણ આ જોગવાઈ ખાસ્સી તકલીફદાયક હોવાનો નિર્દેશ આપ્યો તેને પરિણામે આ જોગવાઈને પણ હળવી કરી દઈને રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. નવા સુધારેલા આવકવેરા ધારા ૨૦૨૫ અંગે સમગ્ર દેશમાં ખાસ્સો વિરોધ થયો હતો. આ વિરોધને શમાવવા માટે પ્રસ્તુત નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

કેન્દ્રીય વિદેશ બાબતોના મંત્રાલયે માહિતી આપી

2024માં બે લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા છોડી

– નાગરિકતા છોડવાના કારણો અંગત હોય છે અને ફક્ત તે જ વ્યકિત જાણે છે : કીર્તિ વર્ધન સિંહ

નવી દિલ્હી : વર્ષ ૨૦૨૪માં બે લાખથી વધુ ભારતીયોએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો છે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય નાગરિકતાનો ત્યાગ કરી અન્ય દેશોની નાગરિકતા મેળવનારા વ્યકિતઓની સંખ્યા અંગે પૂછવામાં આવેલા પ્રશ્રના જવાબમાં કેન્દ્રીય વિદેશ બાબતોના મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન કીર્તિ વર્ધન સિંહે આ માહિતી આપી હતી.

આ પ્રશ્ર કોંગ્રેસ સાંસદ કે સી વેણુગોપાલ દ્વારા પૂછવામાં આવ્યો હતો. સિંહે જણાવ્યું હતું કે મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર ભારતીય નાગરિકતાનો ત્યાગ કરનારા ભારતીયોની સંખ્યા ૨૦૨૦માં ૮૫,૨૫૬, ૨૦૨૧માં ૧,૬૩,૩૭૦, ૨૦૨૨માં ૨,૨૫,૬૨૦, ૨૦૨૩માં ૨,૧૬,૨૧૯ અને ૨૦૨૪માં ૨,૦૬,૩૭૮ હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા કેસોની સંખ્યા ૨૦૧૧માં ૧,૨૨,૮૧૯, ૨૦૧૨માં ૧,૨૦,૯૨૩, ૨૦૧૩માં ૧,૩૧,૪૦૫ અને ૨૦૧૪માં ૧,૨૯,૩૨૮ હતી.

સરકારે જણાવ્યું હતું કે ભારતીય નાગરિકતાનો ત્યાગ કરવો અથવા વિદેશી નાગરિકતા લેવાના કારણો અંગત હોય છે અને ફક્ત તે જ વ્યકિત જાણે છે.

પ્રધાને જણાવ્યું હતું કે સરકાર નોલેજ ઇકોનોમીના વિશ્વમાં વૈશ્વિક કાર્યસ્થળની સંભાવનાને જાણે છે. સરકારે પ્રવાસી ભારતીયો સાથેના પોતાના સંબધોમાં પણ પરિવર્તનકારી ફેરફાર કર્યા છે. એક અન્ય પ્રશ્રના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ઉપલબ્ધ માહિતી અનુસાર પ્રવાસી ભારતીયોની સંખ્યા ૩,૪૩,૫૬,૧૯૩ છે જે પૈકી ૧,૭૧,૮૧,૦૭૧ પર્સન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (પીઆઇઓ) અને ૧,૭૧,૭૫,૧૨૨ નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ (એનઆરઆઇ) છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here