NATIONAL : રક્ષાબંધન 2025: રાખડી બાંધતા પહેલા ખાસ જાણી લો સંપૂર્ણ વિધિ, દિશા-તિલકનું છે ખાસ મહત્ત્વ

0
194
meetarticle

રક્ષાબંધન ભાઈ બહેનોનો એક એવો પવિત્ર તહેવાર છે કે, જેને ધામધૂમથી મનાવવામાં આવે છે. ભાઈ બહેનને રાખી બાંધવા સાથે જ એક બીજાના રક્ષણ અને સફળતાની કામના કરે છે. રાખડી બાંધવાનો સમય સાથે સાથે વિધિ વિધાન પણ જાણી લેવું જોઈએ, જેથી રાખી બાંધવાનું શુભ પરિણામ ભાઈ બહેન બંનેને મળી શકે છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ 2025ને શનિવારના રોજ મનાવવામાં આવશે. આવો જાણીએ રાખડી બાંધવાની સંપૂર્ણ વિધિ.

રાખડી બાંધવાની વિધિ અને દિશા 

  • રાખડી બાંધતા પહેલા પૂજાની થાળી સજાવી લો. તેમાં ચોખા, કંકુ, દિવો, રાખડી તેમજ મિઠાઈ લઈ લો.
  • સૌથી પહેલા બહેન કંકુથી ભાઈને તિલક કરી લે.
  • હવે તિલક પર ચોખા લગાવે.
  • પછી રાખી બાંધતી વખતે મનોમન ભાઈની સફળતા અને પ્રગતિ માટે પ્રાર્થના કરો
  • ત્યાર બાદ ભાઈની આરતી ઉતારો.
  • હવે ભાઈને મિઠાઈ ખવડાવો અને ભગવાનને પ્રાર્થના કરો કે, તમારો ભાઈ દીર્ધાયું થાય.

રાખડી બાંધતા સમયે દિશાનું ધ્યાન રાખો

રાખડી બાંધતી વખતે ભાઈ અને બહેન ઉત્તર- પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં મોઢું કરીને બેસે. આ દિશા દેવતાઓની કહેવાય છે અને સમગ્ર બ્રહ્માંડની ઉર્જા આ દિશામાંથી ફેળાય છે. આ દિશામાં રાખી બાંધવાથી ભાઈ અને બહેનના સંબંધોમાં પ્રેમ વધે છે અને જીવનમાં સકારાત્મતા આવશે.

ભાઈને કયું તિલક કરવાથી શું લાભ થશે

  • જો લાલ કંકુથી તિલક કરવામાં આવે તો ભાઈને અંગૂઠાથી કરો, જેથી મંગળ ગ્રહની શુભ અસર પ્રાપ્ત થશે.
  • કેસરનું તિલક કરતાં હોવ તો તર્જની આંગળીથી કરો,જેનાથી ગુરુ ગ્રહની શુભ અસર પ્રાપ્ત થશે અને ભાઈના જીવનમાં સ્થિરતા આવશે.
  • ચંદનથી તિલક કરો તો અનામિકા આંગળીથી કરો, જેથી ચંદ્ર મજબૂત થશે અને માનસિક શાંતિ મળશે તેમજ સંબંધોમાં મધુરતા જોવા મળશે.

થાળીમાં રાખો દુર્વા

રાખડી બાંધવા માટે તૈયાર કરવામાં આવેલી થાળીમાં દુર્વા રાખવાથી ભગવાન ગણેશની કૃપા થશે. તેનાથી નવી શરુઆત સાથે બુદ્ધિમાં વૃદ્ધિ થશે. જીવનમાં દરેક પ્રકારના વિધ્નો દૂર થશે અને ભાઈના જીવનમાં સ્થિરતા અને દરેક દિશાએથી સફળતા મળશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here