BUSINESS : કરદાતાઓને રાહત કે ઝટકો! 11 ઓગસ્ટ આવશે નવું ઈન્કમ ટેક્સ બીલ,

0
92
meetarticle

સરકારે જૂનું ઇન્કમટેક્સ બિલ 2025 પાછું ખેંચ્યું છે અને હવે આમાં જરૂરી સુધારા સાથે નવો ડ્રાફ્ટ 11 ઓગસ્ટે લોકસભામાં રજૂ કરશે. નવા બિલમાં સિલેક્ટ કમિટીની 285 સૂચનોનો સમાવેશ ચાલો જાણીએ કે બિલમાં શું બદલવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે 13 ફેબ્રુઆરી 2025ના રોજ લોકસભામાં રજૂ કરેલુંઇન્કમટેક્સ બિલ 2025 પાછું ખેંચ્યું છે. આ બિલ જુના ઇન્કમ ટેક્સ એક્ટ 1961ને હટાવીને એક નવા અને સરળ કાયદા લાવવા માટે પાછું ખેંચવામાં આવ્યું હતું. હવે આ બિલને સુધારીને 11 ઓગસ્ટે લોકસભામાં ફરીથી રજૂ કરવામાં આવશે.

બિલમાં કેમ બદલાવ કરવામાં આવ્યો?

આ બિલને રજૂ કર્યા બાદ અને બીજેપી સાંસદ બેજયંત પાંડાની અધ્યક્ષતા વાડી સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યું હતું. કમિટીએ આની પૂર્ણ તપાસ કરી અને 21 જુલાઈએ 4,584 પાનાનો રિપોર્ટ લોકસભાને સોંપ્યો, જેમાં 285સૂચનો આપવામાં આવ્યા હતા. જેમાંથી સરકારે લગભગ તમામ સૂચનાઓને સ્વીકારી છે.

બિલમાં કયા કયા બદલાવ થશે

સરકાર દ્વારા જણાવ્યું હતું કે બિલમાં ભાષાને સરળ બનાવવા જુના અને બિનજરૂરી નિયમ હટાવવા તથા કાયદાકીય શબ્દોને સારી રીતે સમજાવવા માટે બદલાવ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક અન્ય સૂચનો પણ છે જેને જોડીને નવો ડ્રાફ્ટ બનાવવામાં આવશે. ચલો જાણીએ કે કમિટીએ કયા કયા બદલાવો ઉપર ભાર આપ્યો છે.

ટેક્સ રિફંડ ડેટ

પહેલા જે બિલ રજૂ કરાયું હતું તેમાં નિયમ હતો કે નક્કી કરેલ તારીખ પછી ITR ભરો છો તો તમને ટેક્સ રિફંડ નહીં મળે. પરંતુ હવે કમિટીએ કહ્યું છે કે આ નિયમને હટાવી દેવો જોઈએ. નવા બિલના સેક્શન 433માં લખ્યું છે કે રિફંડ ત્યારે જ માંગવામાં આવે જ્યારે તમે રિટર્ન ફાઇલ કર્યું હોય, એટલે કે રિફંડ માગવાની પ્રક્રિયા ફક્ત રીટર્ન ભરવાથી જ થશે. જોકે લેટ ફાઈલ કરવાવાળા પાસેથી પણ રિફંડ પાછું નહીં ખેંચાય.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here