દિલ્હીની કન્ઝ્યુમર ફોરમે ઈન્ડિગો એરલાઈન્સને રૂપિયા 1.50 લાખનો દંડ ફટકાર્યો છે. ફોરમે એરલાઈન્સ કંપનીને એક મહિલાને ગંદી સીટ આપવાના મામલે દોષિત જાહેર કરી,
ત્યારબાદ કંપની પર મુસાફરને વળતર તરીકે આ રકમ ચૂકવવા માટે કહ્યું છે.
ખરાબ અને ગંદી સીટ પ્રોવાઈડ કરવામાં આવી
નવી દિલ્હી જિલ્લા કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર સુનાવણી કરી રહ્યું હતું, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ વર્ષે 2 જાન્યુઆરીએ બાકુથી નવી દિલ્હીની મુસાફરી દરમિયાન તેને ખરાબ અને ગંદી સીટ પ્રોવાઈડ કરવામાં આવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો કે આ મામલે સંબંધિત ફરિયાદને રદ કરનારી અને અસંવેદનશીલ તરીકે લેવામાં આવ્યો. જો કે તેની પર એરલાઈન્સે કહ્યું કે તેમને મહિલાની સમસ્યાનું સંજ્ઞાન લીધું અને એક અલગ સીટ આપી, જેની પર સ્વેચ્છાએ મુસાફરે પોતાની નવી દિલ્હી સુધીની મુસાફરી પુરી કરી.
કેસ માટે ખર્ચ થયેલા 25,000 રૂપિયા પણ પીડિતાને આપવાનો આદેશ
ફોરમે તાજેત્તરમાં પોતાના આદેશમાં કહ્યું કે અમારૂ માનવું છે કે ઈન્ડિગો સર્વિસ આપવામાં દોષિત છે. મુસાફરોને થયેલી અસુવિધા, દર્દ અને માનસિક સ્થિતિ સંબંધમાં અમારૂ માનવું છે કે તેમને વળતર આપવામાં આવવું જોઈએ. અમે ઈન્ડિગોને મહિલાને થયેલી માનસિક પીડા, શારીરિક પીડા માટે 1.5 લાખ રૂપિયાનું વળતર આપવા માટે નિર્દેશ કરીએ છીએ. સાથે જ ફોરમે કેસ માટે ખર્ચ થયેલા 25,000 રૂપિયા પણ પીડિતાને આપવાનો આદેશ આપ્યો છે.
એરલાઈન્સે સિચ્યુએશન ડેટા ડિસ્પ્લે રિપોર્ટ જમા કર્યો નહતો
ફોરમે પોતાના આદેશમાં કહ્યું કે એરલાઈન્સે સિચ્યુએશન ડેટા ડિસ્પ્લે રિપોર્ટ જમા કર્યો નહતો, જે તેમના ઈન્ટનલ ઓપરેશન રેકોર્ડનો ભાગ હોય છે અને સ્ટાન્ડર્ડ એવિએશન પ્રોટોકોલ હેઠળ જરૂરી છે. ફોરમે જણાવ્યું કે ઈન્ડિગોએ પોતાના લેખિત નિવેદન કે પુરાવામાં આ રિપોર્ટનો ઉલ્લેખ પણ કર્યો નથી. એસડીડી એક જરૂરી ડોક્યુમેન્ટ છે, જે ફ્લાઈટ ઓપરેશનની મોનિટરિંગ અને પેસેન્જર સાથે જોડાયેલી ઘટનાઓને રેકોર્ડ કરવા માટે ઉપયોગ થાય છે. આ ડોક્યુમેન્ટ ના હોવાના કારણે ઈન્ડિગોનો બચાવ ખૂબ જ નબળો પડી જાય છે.


