ગોંડલ તાલુકાના લુણીવાવ ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે રેડ કરતાં ૫ નબીરાઓ આબાદ ઝડપાઇ ગયા હતા. રોકડ રૂપિયા ૩૨.૮૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગોંડલ તાલુકાના પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી.પરમારની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ રૂપક બોહરા તથા હેડ.કોન્સ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રતાપસિંહ સોલંકી તથા પો.કોન્સ રવિરાજસિંહ વાળા, રણજીતભાઈ ધાંધલ, જયદિપભાઈ ધાંધલ, ભગીરથસિંહ વાળા, ભરતભાઈ ગમારા, જયદીપસિંહ રાણા પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ગોંડલ તાલુકાના લુણીવાવ ગામની સીમ વિસ્તારમાં જાહેર જગ્યામાં જુગાર રમતા (૧) વિરલ કાંતીભાઈ પ્રાજપતિ (૨) સતીષ સોમાભાઈ
(૩) મહેન્દ્ર રતીભાઈ પલાશીયા (૪) મડીયાભાઈ પાંગાલાભાઈ ભાભોર (૫) રતીભાઈ ઉર્ફે રતુ છગનભાઈ પલાશીયા (રહે બધા ગોંડલ તાલુકાના કોલીથડ ગામ)ને રોકડ રૂપિયા ૩૨.૮૮૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર


