ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ પર છે, જ્યાં બંને ટીમો વચ્ચે હાલમાં 5 મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. આ પછી, બંને ટીમો વચ્ચે 3 મેચની ODI સિરીઝ પણ રમવાની છે.
આ ODI સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના 3 ખેલાડીઓ ODI સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. આમાંથી એક ખેલાડી વર્તમાન T20 સિરીઝનો પણ ભાગ હતો અને તે હવે બાકીની મેચોમાંથી પણ બહાર થઈ ગયો છે.
3 ખેલાડીઓ ODI સિરીઝમાંથી બહાર
ઓસ્ટ્રેલિયાને બીજી T20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ ઓવેન બેટિંગ કરતી વખતે ઘાયલ થયા હતા. તેમના હેલ્મેટ પર એક હાઇ સ્પીડ બોલ વાગ્યો હતો, જોકે તે સમયે તેઓ કન્કશન ટેસ્ટ દરમિયાન ઠીક હતા પરંતુ બાદમાં તેમને અસ્વસ્થતા અનુભવાઈ અને હવે તેઓ T20 અને ODI બંને સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. મિશેલ ઓવેન ઉપરાંત મેટ શોર્ટ અને લાન્સ મોરિસ પણ ODI સિરીઝમાંથી બહાર થઈ ગયા છે.
મેટ શોર્ટ બંને સિરીઝનો ભાગ હતો પરંતુ આ પહેલા તે ઈજાને કારણે વેસ્ટ ઈન્ડિઝ સાથે રમાયેલી 5 મેચની T20 સિરીઝમાંથી પણ બહાર થઈ ગયો હતો. સંપૂર્ણ ફિટ ન હોવાને કારણે, તે હવે ODI સિરીઝમાંથી પણ બહાર થઈ ગયો છે. બીજી તરફ, લાન્સ મોરિસને કમરના દુખાવાના કારણે પર્થ પરત ફરવું પડ્યું છે.
આ ખેલાડીઓને મળી તક
મેટ શોર્ટ અને લાન્સ મોરિસના સ્થાને ઓડીઆઈ સિરીઝ માટે એરોન હાર્ડી અને મેથ્યુ કુહનેમેનને ઓસ્ટ્રેલિયા ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓ વર્તમાન ટી20 સિરીઝમાં કાંગારૂ ટીમનો ભાગ છે. મેથ્યુ કુહનેમેન છેલ્લા 3 વર્ષમાં ઓસ્ટ્રેલિયા માટે એક પણ ODI મેચ રમ્યા નથી


