BOTAD : સાળંગપુર મંદિરની નકલી વેબસાઇટ બનાવનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો, 46 ફેક વેબસાઇટ બનાવ્યાનો ઘટસ્ફોટ

0
145
meetarticle

સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા ભક્તો ઘરે બેઠા જ દાદાના ઓનલાઈન આરતી દર્શન કરી શકે તે માટે વેબસાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ સાળંગપુર મંદિરની નકલી વેબસાઈટ ફરતી થઈ હતી, આ અંગે હરિભક્તોએ સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટમાં ફરીયાદ કરતા મંદિર ટ્રસ્ટે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ નકલી વેબસાઈટ બનાવનારા આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ કરતા ભેજાબાજે હનુમાનજી મંદિર ટ્રસ્ટ સહિત 46 ફેક વેબસાઈટ બનાવી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

જાણો શું છે મામલો

મળતી માહીત અનુસાર, સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ટ્રસ્ટે ન નકલી વેબસાઇટ અંગેની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે તપાસ હાથ ધરતા સાયબર ક્રાઈમે અમરજીત કુમાર નામના આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે, જેણે સાળંગપુર મંદિરની ફેક વેબસાઇટ બનાવી હતી. આરોપીની પૂછપરછ કરતા તેણે બુકિંગના નામે તથા ધર્મશાળામાં રોકાવા માટે ભક્તો પાસેથી પૈસા પડાવતો હોવાનો ચોંકાવનારો કર્યા છે. આ ઉપરાંત આરોપીએ હનુમાનજી મંદિર ટ્રસ્ટ સહિત 46 નકલી વેબસાઈટ બનાવી છે.

આરોપીએ Hostinger ડોમેઇન સર્વરનો ઉપયોગ કરીને 16 નકલી વેબસાઇટ તથા Godaddy ડોમેઇન સર્વરનો ઉપયોગ કરી 26 વેબસાઇટો બનાવેલી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ સાયબર ક્રાઈમ પોલીસે આરોપીની વધુ તપાસ માટે રીમાન્ડની માંગણી કરવા કોર્ટમાં રજૂ કરાયો હતો.ભક્તો સાવધાન રહેવા અપીલ કરાઈ હતી

ઉલ્લેખનીય છે કે, સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા નકલી વેબસાઈને લઈને ભક્તો સાવધાન રહેવા અપીલ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા ઉતારા (રૂમ) માટે એડવાન્સ બુકિંગ તથા ઓનલાઈન બુકિંગની કોઈપણ એજન્ટો દ્વારા વ્યવસ્થા ચલાવવામાં આવતી નથી. દર્શન માટે આપનું સ્વાગત છે, માટે આ ફ્રોડથી સાવધાન રહેવા તમામ ભક્તોને આપીલ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here