79 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શેઠ આરડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનું સંયુક્ત ધ્વજવંદન સંસ્થાના પ્રમુખ શ્રી ડાયાલાલ આહિરના વર્ધ હસ્તે સી કે એમકન્યા વિદ્યાલયના પ્રાંગણમાં યોજવામાં આવ્યું હતું. ઉદબોધન કરતા પ્રમુખશ્રીએ આઝાદી દિવસ ની શુભેચ્છા પાઠવી હતી .
કાર્યક્રમ માં શેઠ આર.ડી એજ્યુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિના મનદ મંત્રી શ્રી કિશોરસિંહ પરમાર ,સહમંત્રી ભરતભાઈ જોશી, ખજાનચી પ્રકાશભાઈ પાટીદાર, તથા ભુપેન્દ્રભાઈ મહેતા ,સચીનભાઈ ગણાત્રા ,પ્રકાશભાઈ ઠક્કર, ભાવેન ભાઈ ઠક્કર , તેમજ આર ડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બીએડ કોલેજ, પીટીસી કોલેજ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,
આરડી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સી કે એમ , કન્યા વિદ્યાલય, તથા આરડી પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફ તથા વિદ્યાર્થી ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વેશ પરિધાન સાથે વિવિધ રાજ્યોના પોશાક સાથે વિદ્યાર્થીઓએ પરેડ કરી હતી.એન. સી. સી. કેડેટ્સ દ્વારા પરેડ કરવામાં આવી હતી.


