SURAT : સુરતમાં પૂઠાં કટિંગની આડમાં ઘરેથી ચાલતો નશાનો કાળો કારોબાર, પોશ ડોડાનો જથ્થો કરાયો જપ્ત

0
88
meetarticle

સુરતમાંથી ફરી એકવાર નશાનો કાળો કારોબાર ઝડપી લેવામાં આવ્યો છે. સચિન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પુઠા કટિંગ કરનાર એક યુવક પાસેથી ગેરકાયદેસર રીતે પોશ ડોડા (પોપીસ્ટ્રો)નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આરોપી પાસેથી પોપીસ્ટ્રો સહિત ઇલેક્ટ્રિક મિક્સર, સ્ટીલના જાર, ડિજિટલ કાંટો કબજે કરવામાં આવ્યો છે.પોલીસે બાતમીના આધારે મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઇને તેના સચિન વિસ્તારમાં આવેલા ઘરેથી જ ઝડપી લીધા હતાં. તે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના રાણીવાડા ગામનો વતની છે. દરોડા દરમિયાન, પોલીસને આરોપી પાસેથી વગર પાસ-પરમિટના પોશ ડોડા (પોપીસ્ટ્રો) 0.688 કિલોગ્રામ, જેની કિંમત 10,320, પોશ ડોડા (પોપીસ્ટ્રો)નો ઝીણો ભૂક્કો 0.355 કિલોગ્રામ, જેની કિંમત 5,325, ઇલેક્ટ્રિક મિક્સર સ્ટીલના જાર, ડિજિટલ કાંટો મળી તમામ માલસામાનની કુલ કિંમત 53,055 જપ્ત કરાયો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી મનોહરલાલ બિશ્નોઇએ જણાવ્યું હતું કે, તે આ પોશ ડોડાનો જથ્થો રાજસ્થાનથી લાવ્યો હતો. પોલીસ હવે આ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે કે આ જથ્થો ક્યાંથી આવ્યો અને સુરતમાં તેને કોને વેચવાનો હતો. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here