મહેસાણાના ઊંઝામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. ભાંડુ ગામ પાસે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુર ઝડપે આવતા કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી.કારની ટકકરે એક્ટિવા પર સવાર મહિલાનું મોત નિપજ્યું છે. એક્ટિવા ચાલક યુવતીને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માત કર્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
યુવતીને ઈજા થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણા જિલ્લાના ઊંઝામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ભાંડુ ગામ પાસે હાઈવે પર એક્ટિવા લઈને જઈ રહેલી એક મહિલાને પાછળથી માતેલા સાંઢની જેમ પુર ઝડપે આવી રહેલા કાર ચાલકે ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું અને એક યુવતીને ઈજા થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ
હાઈવે પર જઈ રહેલી યુવતીને પાછળથી આવી રહેલા કાર ચાલકે એવી ટક્કર મારી હતી કે, એક્ટિવા રોડ પર જ ધડામ કરતાં પલટી ખાઈ ગયું હતું. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. એક્ટિવા ચાલક યુવતીને ઈજા પહોંચી હતી. જ્યારે એક્ટિવા પર સવાર મહિલાનું મોત નિપજ્યું હતું. સમગ્ર અકસ્માતની ઘટનામાં પોલીસે ફરાર થયેલા કાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


