GUJARAT : સિધ્ધપુરમાં કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના જન્મદિનની દબદબાભેર ઉજવણી

0
74
meetarticle

આજ તા.૧૭ ઓગસ્ટના રોજ માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના જન્મદિવસ નિમિત્તે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. તેઓના આગમન પર યુનિવર્સિટીએ ખૂબજ ઉત્સાહભેર અને હ્રદયપૂર્વક બેન્ડ ગ્રુપની સંગીતમય ધ્વનિ વચ્ચે, યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ફૂલવર્ષા કરીને અભિનંદન પાઠવ્યા આ આનંદ ઘડીને વધુ યાદગાર બનાવવા, એનસીસી કેડેટ્સ દ્વારા ગર્વભેર ગાર્ડ ઑફ ઑનર અપાઈ, જે મંત્રીશ્રીનો ગર્વ વધારતો અને હૃદયને સ્પર્શતો ક્ષણભરનો અહેસાસ બની રહ્યો. તે ઉપરાંત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના જન્મદિવસ નિમિત્તે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં એક ગૌરવપૂર્ણ ક્ષણ તરીકે નવી ૧૦ મીટર રાઈફલ શુટિંગ રેંજનું વિધિવત શુભારંભ કરવામાં આવ્યું.

આ રેંજ દ્વારા વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ વ્યાવસાયિક સ્તરની તાલીમ મળવાની તક મળશે. રાઈફલ શુટિંગ માત્ર રમતગમત નહીં, પણ એકાગ્રતા, ધૈર્ય અને આત્મવિશ્વાસ વિકસાવતી કળા છે. આ તાલીમ એનસીસી, રમતગમત આધારિત પ્રવેશ (Sports Quota), તેમજ વિવિધ સરકારી સેવાઓ માટે વિદ્યાર્થીઓને વધુ સજ્જ બનાવશે.
તે ઉપરાંત જન્માષ્ટમી નિમિત્તે યુનિવર્સિટીમાં ઉત્સાહભર્યો અને પરંપરાગત મટકી ફોડનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો.

આ કાર્યક્રમ માત્ર મજા અને રમૂજ પૂરતો નહીં , પણ તેને આધારે વિદ્યાર્થીઓમાં ટીમ વર્ક, સામૂહિકતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના ભાવનો વિકાસ થયો. પરંપરાને આધુનિક યુવાનો સુધી જીવંત રાખવાનો આ પ્રયાસ ખૂબ સફળ રહ્યો.

આ વિશિષ્ટ દિવસે માનવ સેવાની ભાવના સાથે રક્તદાન કેમ્પ પણ આયોજિત થયો, જેમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ સભ્યોએ ઊત્સાહભેર ભાગ લીધો. અનેક દાતાઓએ રક્તદાન કરી જીવન બચાવવાની પવિત્ર સેવામાં યોગદાન આપ્યું.

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે,આ કાર્યક્રમો મારી જીવનયાત્રાને એક ઉમદા દિશા આપે એવા અનુભવો બની રહ્યા. સ્નેહ, સાથ અને સહકાર માટે દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપ સૌનો પ્રેમ અને આશીર્વાદ હંમેશા મળતા રહે એજ પ્રાર્થના છે.

ઉપરાંત, યુનિવર્સિટીના મંદિર પરિસરમાં માતાજીના પાવન દર્શન કર્યા બાદ આત્મિક શાંતિ અને આધ્યાત્મિક ઊંચાઈનો અનુભૂત થયો. આ સમગ્ર દિવસ મારા જીવનનો એક અમૂલ્ય અને અવિસ્મરણીય પ્રસંગ બની ગયો છે. સર્વેના પ્રેમ, આદર અને શુભેચ્છાઓ બદલ હું અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ,પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યા, વરિષ્ઠ આગેવાન કે સી પટેલ, દશરથજી ઠાકોર સહિત શહેર તાલુકા અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી.
શહેર તાલુકાના કાર્યકરો અને હોદ્દેદારોએ જનરલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવી હતી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here