VADODARA : આજીવન કેદની સજામાં અપીલ દરમિયાન જામીન પર છૂટેલા આરોપીએ વડોદરામાં બે મહિલાના અછોડા તોડયા

0
59
meetarticle

ખૂનના કેસમાં આજીવન કેદની સજામાં અપીલ દરમિયાન જામીન પર છૂટયા પછી ત્રણ સ્થળે અછોડા તોડનાર આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડી સોનાની બે ચેન સહિત 2.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

હરણી વારસિયા રિંગ રોડ પર સવાદ ક્વાટર્સમાં રહેતા 38 વર્ષના મનિષાબેન બિપીનભાઇ કહાર ગત 2 જી તારીખે તેમના પતિ સાથે જતા હતા. તે દરમિયાન બાઇક સવાર આરોપી તેમના ગળામાંથી સોનાની 10 તોલા વજનની ચેન તોડીને મીરા સોસાયટી ચાર રસ્તા તરફ ભાગી ગયો હતો. ફરિયાદીએ જણાવ્યું છે કે, મારી પાસે બિલ નહીં હોવાથી તે સમયે ફરિયાદ કરવા આવી નહતી. વારસિયા પોલીસે ચેનની કિંમત માત્ર 26 હજાર ગણી છે.

અન્ય એક બનાવમાં વાઘોડિયા ડભોઇ રિંગ રોડ પર ક્રિષ્ણા વાટિકા સોસાયટીમાં રહેતા 49 વર્ષના જયશ્રીબેન નિલેશભાઇ પાંઢરે ગત 4થી તારીખે મોપેડ લઇને જતા હતા. તે દરમિયાન જય અંબે ગરબા ગ્રાઉન્ડ પૃથ્વી સોસાયટીના નાકા નજીક બાઇક પર હેલમેટ પહેરીને આવેલો આરોપી 10 તોલા વજનની સોનાની ચેન કિંમત રૂપિયા 45 હજારની તોડીને ભાગી ગયો હતો.

દરમિયાન ડીસીબી પોલીસે વાઘોડિયા રોડ પરથી વૃશાંત વિજયભાઇ ધનેશા (રહે. રાજરાજેશ્વરી સોસાયટી, રાજકોટ) ને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડયો હતો. તેની પૂછપરછ દરમિયાન તેણે ઉપરોક્ત બંને ગુનાની કબૂલાત કરી હતી. તેમજ રાજકોટમાં પણ એક મહિલાના ગળામાંથી અછોડો તોડયો હતો. પોલીસે તેની પાસેથી સોનાની બે ચેન, બાઇક, મોબાઇલ અને રોકડા મળી કુલ રૃપિયા 2.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપી સામે ખૂન અને હથિયારના મળી 12 ગુનાઓ નોંધાયા છે

આરોપીએ બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. પરિવારથી અલગ રહેતા આરોપીને વર્ષ – 2020ના ચેન સ્નેચિંગ અને ખૂનના ગુનામાં આજીવન કેદની સજા થઇ હતી. અપીલ દરમિયાન જામીન પર મુક્ત થયેલા આરોપીએ અલગ – અલગ શહેરોમાં ચોરી અને અછોડા તોડના ગુનાઓ કર્યા છે. આરોપી સામે ખૂન, અછોડા તોડ, હથિયાર રાખવા સહિતના 12 ગુનાઓ નોંધાયા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here