
ખેડા એલસીબી પોલીસે માતર તાલુકાના કઠોડામાં પત્તા પાનાનો જુગાર રમતા ૧૪ જુગારીઓને રોકડ રૂ.૩૫,૧૦૦ તથા મોબાઈલ નંગ ૧૩ કિંમત રૂ.૫૬,૦૦૦ના મળી કુલ ૯૭,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
મહેમદાવાદ પોલીસે મારુતિ સોસાયટી પાછળ જુગાર રમતા છ શખ્સોને રોકડ રૂ.૧૫,૩૭૦ સાથે, મહુધા પોલીસે મીનાવાડા દશામાના મંદિર પાછળથી છ જુગારીઓને ૧૫,૪૦૦ રોકડ સાથે જ્યારે ખુટજ ગામેથી છ શખ્સોને રોકડ રૂ.૧,૩૬૦ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે નડિયાદ ટાઉન પોલીસે ચકલાસી ભાગોળ શારદા મંદિર રોડ ઉપરથી ત્રણ શખ્સોને રોકડ રૂ.૨,૪૦૦ જ્યારે ખેડા ટાઉન પોલીસે નાયકા ગામેથી પત્તા પાનાનો જુગાર રમતા પાંચ જુગારીઓને રોકડ રૂ.૧૫,૨૭૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

