KHEDA : યુવકે ધમકી આપી સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી

0
60
meetarticle
 બોરસદ તાલુકાના દહેવાણ ગામના યુવકે ૧૧ વર્ષીય સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેણી ઉપર દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની હતી. જે અંગે સગીરાના પરિવારજનોએ વીરસદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોરસદ તાલુકાના દહેવાણ ગામમાં રહેતા અજય મહેન્દ્રસિંહ પરમારે થોડા સમય પૂર્વે બોરસદ તાલુકાના જ ગ્રામ્ય વિસ્તારની એક ૧૧ વર્ષીય સગીરાને પોતાની જાળમાં ફસાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં અવારનવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની હતી.

સગીરાની તબિયત સારી ના રહેતા પરિવારજનોએ તબીબી પરીક્ષણ કરાવતા સગીરા ગર્ભવતી હોવાનું ખુલતા પરિવારજનો ચોકી ઉઠયા હતા. સગીરાની પૂછપરછ કરતા અજય પરમારે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારજનોએ સગીરાને સાથે લઈ અજય મહેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ વીરસદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here