થરાદ તાલુકાના છનાશરા ગામે દારૂ સામે કરી લાલ આંખ જો કોઈ દારૂનું વેચાણ કરશે તો તેને 21000 રૂપિયા દંડ ભરવો પડશે છનાશરા ગામ ના ગ્રામજનો નું કહેવું નહીં માને તો તેને ગામમાં કોઈ પણ પ્રકાર નો વેહવાર કરવા માં આવશે નહીં થરાદ તાલુકાના છનાશરા ગામે દારૂ નું દૂષણ ફેલાવ નારાઓ સામે કરી લાલ આંખ કોચલા ગામના વડીલો, યુવાનો, અને આગેવાનો ભેગાં મળીને મીટીંગ કરી હતી અને મીટીંગ માં મહત્વનો નિર્ણય લેવાયો જો ગામ માં કોઈ દારૂ વેચશે તો તેને 21000 રૂપિયા દંડ ભરવો પડશે
અને કોઈ પણ ગામમાં દારૂ પીને ધમાલ કરશે તો ૫૧૦૦ રૂપિયા દંડ ભરવો પડશે અને જો કોઈ ગામ માં પીને ધમાલ કરશે તો તેને ગામ બહાર કરવા માં આવશે. ખૂબ લાંબા સમય થી છનાશરા ગામમાં દારૂ નું વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. અને ખૂબ નાની ઉંમરે યુવાનો નસાના રવાડે ચડી રહ્યા છે અને દિવસે દિવસે ખુબજ ચિંતાનો વિષય બની રહ્યો છે સમગ્ર છનાશરા ગામે દારૂ મુક્ત થવા નો નિર્ણય કર્યો હતો અને જે લોકો વેશન કરીને ગામમાં આવશે તેને ગામ માં કોઈએ બોલાવવા નહીં ગામમાં કોઈ પણ દુકાને સામાન આપવું નહીં અને કોઈ પણ વેચાણ કરતું દેખાય તો ગ્રામજનો ને જાણ કરવી આવો મહત્વ નો નિર્ણય લીધો હતો.
અહેવાલ : પ્રધાનજી ઠાકોર


