પાલનપુરના ગુરુનાનક ચોક વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થયા હતા. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દૃશ્યો સર્જાયા હતા. અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દૃશ્યો સર્જાયા હતા.
પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી અને અમૃત ઠાકોર સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તંગ બની હતી. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કાર્યવાહી કરી હતી.
આ ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરીના વિરોધમાં પાલનપુર ખાતે ધરણાં પ્રદર્શન કરવા માં આવ્યા જેમા મોટી સંખ્યામાં લોકશાહી બચાવવા માટે પ્રજાજનો અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનશ્રીઓ,કાર્યકરો ઉપસ્થિત અને પોલીસ દ્રારા તમામની ધરપકડ કરવામાં આવી હતી.
અહેવાલ : પ્રધાનજી ઠાકોર

