પાલનપુર અમદાવાદ હાઈવે પર ગઠામણ નજીક અમદાવાદથી પાલનપુર તરફ આવતા 5 મહિના પહેલા આ મોટો કોઈનું મોત થયી જાય તેવો ખાડો પડ્યો છે. ત્યારે સ્થાનિક ગેરેજ વાળા ભાઈએ મૌખિક રજૂઆત કરી હતી. જેને મેન્ટેન્સ એજન્સી વાળા ભાઈ ત્યાં આજુબાબુ ગટર નો ખાડો ઢાંકવા બે મહિનાથી આરસીસી નું ઢાંકણું બનાવવા માટે આપ્યું છે. અને જે ઢાંકણું પડ્યું પડ્યું ધૂળ ખાય છે. ત્યારે સ્થાનિક ગેરેજ વાળા ભાઈ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરિટી ની ગાડી 1 દિવસ પહેલા દારૂની હેરાફેરી માં પકડાઈ છે. અને તે જોતા એવું લાગે છેકે અધિકારીઓને ખાડો પૂરવાનો ટાઇમ નથી. પણ ગાડીમાં જે દારૂની હેરાફેરી થાય અને તેમાંથી મળતા રૂપિયામાં ઇન્ટ્રેસ હોય તેવું લાગે છે.
પાલનપુર અમદાવાદ હાઈવે પર ગઠામણ નજીક અમદાવાદથી પાલનપુર તરફ આવતા 5 મહિના પહેલા ત્યાં મોટો કોઈનું મોત થયી જાય તેવો ખાડો પડ્યો હતો. ત્યારે આ ખાડો પડવાનું કારણ 5 મહિના પહેલા જી. ઈ. બી. દ્વારા ક્રેન થી બાજુમાં થાંભલો ઊભો કરવા માટેની પ્રક્રિયા ચાલતી હતી. તે દરમ્યાન હાઈવે ની બાજુ માં ઉંડી બનાવેલ ગટર લાઇન નું ટાંકણું તુટી ગયું હતું. અને મોટો ભૂવો પડી ગયો હતો. જેને લઈ બાજુ માં મોટર ગેરેજ ચલાવતા અનંતભાઇ જોશી એ જણાવ્યું હતું કે અગાઉ પણ આ ખાડો પડ્યો હતો અને તેમાં ટ્રક ખાબક્યો હતો. તે પસી કોન્ટ્રાક્ટરે હલકુ રિપેર કરતા ફરિથી આ વખતે આશરે 5 મહિના પહેલા જી.ઈ.બી. દ્વારા બાજુની જગ્યામાં ક્રેન થી થાંભલો ઊભો કરવા માટે ની પ્રકિયા ચાલતી હતી. તે દરમ્યાન પાસુ ગટર નો સ્લેબ તૂટી હતો અને મોટો ખાડો પડી ગયો હતો. ત્યારે મે જ્યારે જી. ઈ. બી. ના થાંભલો હાજર અધિકારી ને કહ્યું તો તેમણે કહ્યું આ અમારા નથી આવતું.ત્યાર બાદ રોડ મેન્ટેન્સ કોન્ટ્રાકટર ને દેવેન્દ્ર ભાઈ વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે થયી જસે પણ હજુ સુધી કઈ થયું નથી. ત્યારે 1 દિવસ પહેલા ગુરુવારે નેશનલ હાઈવે ઓથોરિટી ની ગાડી દારૂની હેરાફેરી કરતાં પોલીસે પકડી છે અને તેની 3 લોકો પણ પકડાયા છે. અને તેમાં પોલીસ દ્વારા જો ઊંડી તપાસ કરવામાં આવે તો અધિકારીઓના નામ પણ ખુલી શકે છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ની ગાડીમાં અધિકારીઓ અને તેમના લોકો ગાડી લઈને આંટાફેરા માટે છે. પણ તેમને 5 મહિના થી પડેલો ખાડો દેખાતો નથી. અને એજન્સી વાળો પણ મનમાની ચલાવે છે. અને બે મહિનાથી ખાડા ઢાંકવા માટે બનાવેલ ટાંકણું ધૂળ ખાય છે અને અધિકારીઓ કોઈ મોટી ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે.
ત્યારે કરોડો રૂપિયાનું મેન્ટેન્સ નો ભ્રષ્ટાચાર કરનાર એજન્સી અને અધિકારીઓને ગાડીમાં દારૂ વેચાય તેમાં ઇન્ટરેશ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કલેક્ટર દ્વારા તાત્કાલિક એજન્સી ને બ્લેક લિસ્ટ કરી આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. અને તાત્કાલિક આ ગટર નું ઢાંકણું નાખવામાં આવે તેવું જણાવ્યું હતું.
પ્રતિનિધિ : દિપક પુરબીયા



