RAJKOT : જેતપુર તથા ઉપલેટા પોલીસ મથકમાં ધરફોડ ચોરીના ગુનામાં ફરાર ચીકલીગર ગેંગનો સભ્ય ઝબ્બે

0
104
meetarticle

રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ તથા રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર એ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચનાઓ આપતા રાજકોટ રૂરલ એલસીબી દ્વારા બાતમીના આધારે જેતપુર તથા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ધરફોડ ચોરીના ગુનામાં ફરાર આરોપીને જેતપુર શહેરમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટ રૂરલ એલસીબી સ્ટાફની ટીમ ચોરીના અનડીટેક ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુના આંચરી નાશી ગયેલ ઈસમોને પકડવા માટે પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એલસીબીના હેડ.કોન્સ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમારને સંયુક્ત બાતમી આધારે જેતપુર સીટી પોલીસ સ્ટેશન તથા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ફરાર ચીકલીગર ગેંગનો એક સભ્ય આરોપી કરતારસીંગ ઈશ્વરસીંગ ટાંક (રહે. મહેમદાવાદ રેલ્વે સ્ટેશન પાસે જી.ખેડા) ને જેતપુર બસ સ્ટેન્ડ પાસેથી દબોચી લઈ આગળની કાર્યવાહી અર્થે જેતપુર સીટી પોલીસને સોંપી આપેલ છે. ઝડપાયેલ કરતારસીંગ સામે નડીયાદ, આણંદ પોલીસ મથકમાં ત્રણ જેટલા ગુના નોંધાયેલા છે.

REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here