ડભોઈ કરનેટ માર્ગ પરથી ડભોઈમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાનો હતોસાત એક્ટિવા સ્કૂટર પર લઈ જવાતા દારૂ સાથે 2 કિશોર સહિત 7 ખેપિયાઓ ઝડપાયાંપોલીસે 3.28 લાખનો વિદેશી દારૂ, 7 એક્ટિવા સહિત કુલ 5.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોડભોઈ કરનેટ માર્ગ પરથી પોલીસ બંદોબસ્ત નો લાભ ઉઠાવી ડભોઈમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવા ખેપિયાઓએ એક્ટિવા સ્કૂટર પર પોટલા બાંધી વહેલી સવારમાં આવતા ઝડપાઈ ગયા હતા. બે કિશોરો સહિત 7 ખેપિયાઓને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતા બૂટલેગરોમાં ફફળાટ વ્યાપી જવા પામ્યો છે.
પોલીસે
३.328965नी 1133 બોટલ સહીત કુલ રૂ. 559965નો મુદ્દામાલ કબજે કર્યો છે. ડભોઈ ડી.વાય. એસ.પી. આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ પી.આઈ. કે.જે.ઝાલા એ ગણેશ વિસર્જનને લઈ અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂની ખેપ પર તડાકો બોલાવ્યો હતો. જેમાં બાતમી મુજબ વહેલી સવારે ડભોઈ કરણેટ માર્ગથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ડભોઈમાં ઘુસાડતા હોવાનીમાહિતી મળી હતી. જેથી પી.આઈ. કે.જે.ઝાલા સહિત ડી.સ્ટાફના જવાનોની ટીમ કારણેટ માર્ગ પર વોચમાં હતી. ત્યારે બાતમી મુજબના એકટીવા સ્કૂટર આવતા એક બાદ એક તમામને કોર્ડન કરી ઝડપી લેવાયા હતા. જેમાં બે કિશોર સહિત ટીનું ગુલસીંગભાઈ રાઠવા, મણીલાલ રમેશભાઈ રાઠવા, રાઠવા, વેચતાભાઈ રાઠવા, અશ્વિન વિકેશ રમેશ ઉમેશરાવજીભાઈ ડાવર સહીત 7 એક્ટિવા સ્કૂટર સાથે 7 આરોપીઓ ઝડપાયા હતા.
સ્કૂટરની તપાસ કરતા ડિકી તેમજ થેલા ભરીને લાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે રૂ. 328965નો દારૂની 1133 બોટલ, મોપેડ કુલ 7 કીં રૂ. 210000 અને મોબાઈલ 7 કીં. રૂ. 21000 કુલ મુદ્દામાલ રૂ. 559965 સાથે આરોપીઓને દારૂના ગુન્હા હેઠળ કસ્ટડી ભેગા કર્યા છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

