મહુવાનુ પોર્ટ કાયાકલ્પ કરીશુ.
✔️સરતાનપરને સેન્ટ્રલ પોર્ટનો દરજ્જો આપીશુ
✔️ભાવનગર લોક્ગેટનો કાયાકલ્પ કરીશુ
✔️ભાવનગરને પશ્ચિમ રેલ્વેનુ વડુ મથક ન આપ્યુ , પરંતુ આ પૈકી કાઈ થયુ નથી..
✔️કલ્પસરનો પ્રોજેકટ ભાવનગરની મશ્કરી બરાબર કરીને મુકી દીધો, ભાજપાના નેતાઓ “ક” બોલવા તૈયાર નથી.

મોદી વચનો તો ન નિભાવ્યા પણ ભાજપાની ડબલ એન્જીનની સરકાર ભાવેણાનું હતું એ છીનવી રહી છે..
✔️ભાવનગરનો ૨૦૦૦૦ એકર દરીયા કાંઠાની જમીન મીઠાના અગર માટે મળતિયાઓને આપી દીધો.
✔️વિદેશી હૂંડિયામણ કમાવી આપનારા અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ અને હીરા ઉદ્યોગ મૃતપ્રાય હાલતમાં છે, છતાં તેને બચાવવા માટે ભાજપા સરકાર કોઈ પોલીસી નહીં.
✔️વાહન સ્ક્રેપ યાર્ડ ભાવનગર ને બદલે સુરતને આપી દીધું..
✔️મરીન યુનિવર્સિટી ભાવનગરને બદલે દ્વારકાને આપી દીધી.
✔️ડ્રેઝીંગ ઓફિસ ભાવનગરને બદલે પોરબંદરને આપી દીધી.
✔️સીએનજી ટર્મિનલ બંધ કર્યુ..
✔️જહાજ બનાવતી આલ્કોક એશ ડાઉન કંપનીને તાળા માર્યા..૧૯૭૫ માં કોંગ્રેસની ઉપલબ્ધિ જ્યાંથી ૨૫૮ જહાજો નિર્માણ કરી અને ભાવનગરને રોજગારી પૂરી પાડતી આ કંપની હતી.
✔️ દેશ માટે લોકશાહીના દરવાજા ખોલનાર ભાવનગર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન નહીં.
✔️ભાવનગર – ધંધુકા રોડ માં વરતેજ રેલ્વે ફાટકની જગ્યાએ ઓવર બ્રિજ બનાવવાની માંગ બે દાયકાથી ઊભી છે જમીન સંપાદન થઈ ગઈ પરંતુ ઓવર બ્રિજ નિર્માણ નહીં.
✔️રાષ્ટ્રીય કાળિયાર અભિયારણના વિકાસમા કે પ્રવાસીઓને આકર્ષવા કોઇ પ્રયાસો નહી.
✔️ ભાવનગરનું પ્રતિનિધિત્વ સંસદમાં ત્રણ દાયકાથી ભાજપા સાંસદ કરે છે સાથે બે બે કેન્દ્રીય મંત્રી આ જિલ્લાના છે આમ છતા ભાવનગર પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે અને વિકાસ વંચિત અને અસુરક્ષિત છે.
ભાવનગરનો વિકાસ અટકી ગયો,રોજગારીના વિકલ્પો સરકારે છીનવી લીધા અને નવા ઊભા કરવાની સરકારની કોઈ દાનત નથી. આ હકીકતો સરકાર આંખ ખોલીને સ્વીકારે અને ઉચિત નિર્ણયો કરે તેવી અમારી માંગ છે.
મનહર પટેલ, પ્રવક્તા,ગુજરાત કોંગ્રેસ

