RAJPIPALA : ચૈતર વસાવાના ગઢમાં ગાબડું, નર્મદાના ડેડીયાપાડા તાલુકાના ટીલીપાડાખાતે આયોજિત કાર્યક્રમમાં 550 થી વધુકાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

0
62
meetarticle

નર્મદાજિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ટીલીપાડા ખાતે આયોજિત કાર્યક્રમમાં 550 થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડીને ભાજપે આપ ના ગઢ મા ગાબડું પાડી દીધુ છે.

પ્રાપ્ત વિગત અનુસાર ટીલીપાડા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ના પ્રમુખ નિલભાઈ રાવ ની ઉપસ્તીથી માં અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પર્યુષાબેન વસાવા તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના 550 થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને પાર્ટીમાં જોડાયા હતા

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દરેક ક્ષેત્ર ના વિકાસ માટે વિશેષ ધ્યાન આપીને વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે અને વડાપ્રધાનના વિચારધારા મુજબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દેશના વિસ્તારમાં પણ વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે

આ કામગીરી જોઈને દિવસ અને દિવસે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ રોજ રોજ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને વિચારધારા થી પ્રેરાય ને પાર્ટી માં જોડાઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ટીલી પાડા ખાતેઆ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન 550 થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ઉપસ્થિત મહાનુભવોએ તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર આપી અભિનંદન પાઠવ્યા હતા

આગામી તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આપ માથી ભાજપ મા કાર્યકરોને જોડીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે.


બીજું ચૈતર વસાવાને કોર્ટના આદેશ મુજબ પોતાના ડેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમા પ્રવેશબંધી છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણેભાજપ નો માસ્ટર સ્ટ્રોક આપ ને કેટલું નુકસાન કરશે તે હવે જોવું રહ્યું.

REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here