વલસાડ જિલ્લા પોલીસે દારૂબંધીના કાયદા હેઠળ વિવિધ ગુનાઓમાં કબજે કરેલા મોટા જથ્થાના મુદ્દામાલનો નાશ કર્યો છે.વલસાડ પોલીસ દ્વારા ભીલાડ આરટીઓ ચેક પોસ્ટ ખાતે પ્રાંત પ્રોહિબિશનના કેસોમાં જપ્ત કરાયેલા દારૂ અને અન્ય મુદ્દામાલનો કાયદેસર પ્રક્રિયા બાદ નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા આ મુદ્દામાલની કુલ કિંમત આશરે ₹ ૫,૨૯,૩૯,૫૧૭/- (પાંચ કરોડ ઓગણત્રીસ લાખ, ઓગણચાલીસ હજાર, પાંચસો સત્તર રૂપિયા) જેટલી થાય છે.વલસાડ પોલીસે આ કાર્યવાહી દ્વારા જિલ્લામાં દારૂબંધીના કાયદાના સખત અમલની પ્રતિબદ્ધતા દર્શાવી છે.


