SURENDRANAGAR : વિરમગામના સચાણા ગામની સીમમાં કારમાંથી 5.68 લાખનો દારૃ ઝડપાયો

0
101
meetarticle

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળેલ કે કડી તાલુકાના વરખડિયા ગામે રહેતો અજય ગાભુજી ઠાકોર સફેદ ઇનોવા ગાડીમાં વિદેશી દારૃ બિયર ભરી સચાણા વૃદ્ધાશ્રમથી સચાણા રેલવે ફાટક તરફ પસાર થવાનો છે.

ચોક્કસ બાતમીના આધારે સચાણા વૃદ્ધાશ્રમ પાસે રોડ ઉપર એલસીબી ટીમ વોચમાં ઉભી હતી. બાતમી વાળી ઇનોવા ગાડી આવતા ઉભી રાખવા ઈશારો કરતા ચાલક ભાગી ગયેલ જેનો પીછો કરતા સચાણા ગામની સીમમાં એરંડાના ઉભા પાક વાળા ખેતરમાં ગાડી મૂકી ભાગી છુટયો હતો. પોલીસે નંબર પ્લેટ વગરની ગાડીની તલાસી લેતા વિદેશી દારૃ બિયરની ૧૪૩૦ બોટલ (કિં.રૃ.૫,૬૮,૪૬૪) ગાડી (કિં.રૃ.૧૦ લાખ) મળી કુલ રૃ.૧૫,૬૮,૪૬૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે નાસી છુટેલા આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here