VADODARA : ડભોઇ તાલુકાના પણસોલી પાસે કારમાં રૂા.૪.૧૬ લાખના દારૂ સાથે ૩ ઝડપાયા

0
41
meetarticle

ડભોઈ તાલુકાના પણસોલી ગામ ખાતેથી એલસીબીની ટીમે દારૂ ભરેલી ઇનોવા કાર સાથે ૩ ઈ સમને ઝડપી પાડયા હતા.વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચે બાતમીને આધારે ડભોઈ તાલુકાના પણસોલી પાસે છોટાઉદેપુર બોડેલી તરફ્થી દારૂનો જથ્થો ભરીને ડભોઈ વડોદરાથી ભાવનગર તરફ ઈનોવા કાર પસાર થતી ઈનોવા GJ- ૦૪ -AP -૧૬૨૦ને રોકી તપાસ કરતાં કવાર્ટર બોટલ નંગ ૩૩ કાચ ટીન નંગ ૧૩૦૮ કિં. રૂા. ૪,૧૬, ૪૦૦ મોબાઈલ નંગ ૪ કિં. રૂા.૩૧૦૦૦ અને રોકડારૂા.૩૬,૦૦૦ મળી કુલ રૂા.૮,૮૩, ૦૦૦નો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો છે.

જયારે ડ્રાઈવર સીટ પર બેઠેલ ઈસમ જયેન્દ્ર ઉર્ફે જયેશ અરવિંદ ઉર્ફેજગદીશ પટેલ (રહે. ભાવનગર એસ.બી.આઈ બેંક પાસે) જયારે પ્રવિણ જાદવ વાજા (રહે. ભાવનગર), રાજુ દિનેશ ડાભી (રહે. કરચલીયા પુરા કણબીવાડ ભાવનગર), દારૂ ભરી આપનાર પ્રતાપસિંગ ઉર્ફે ભાવુ આરોપી પોતાની ઈનોવા કારમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબના જથ્થાની ગેરકાયદે હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા છે. જયારે ચોથો આરોપી મળેલ નથી.LCBએ૮.૮૩ લાખનો મુદ્દામાલ ડભોઇ પોલીસને સોંપ્યો

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here