BOLLYWOOD : સિદ્ધાંત-મૃણાલની દો દિવાને શહર મેં આગામી ફેબ્રુઆરીમાં રજૂ થશે

0
41
meetarticle

સંજય લીલા ભણશાળીનાં પ્રોડક્શન હેઠળની ફિલ્મ ‘ દો દિવાને શહેર મેં’ આગામી તા. ૨૦મી ફેબ્રુઆરીએ રજૂ કરવાની જાહેરાત કરાઈ છે. આ ફિલ્મનાં એક સપ્તાહ પહેલાં જ વેલેન્ટાઈન ડે વખતે શાહિદ અને  તૃપ્તિ  ડિમરીની ‘ઓ રોમિયો’ રજૂ થવાની છે.

આમ આ બંને ફિલ્મો આગળ પાછળ ટકરાઈ શકે છે. ‘દો દિવાને શહેર મેં ‘માં સિદ્ધાંત  ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની જોડી હશે. ફિલ્મનું ફક્ત પ્રોડક્શન જ  સંજય લીલા ભણશાળીનું છે જ્યારે ડાયરેક્ટર  રવિ  ઉદયવાર હશે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં જ તા. ૨૭મીએ રાણી મુખર્જીની ‘મર્દાની થ્રી’ રજૂ થવાની છે. આ તમામ ફિલ્મોએ આગળ પાછળની રીલિઝ ડેટ નક્કી કરી છે એટલે  તેમને પહેલાં સપ્તાહમાં સ્ક્રીન મેળવવામાં વાંધો નહિ આવે પરંતુ જો કોઈ  ફિલ્મ લાંબી ચાલી જાય તો ટકરામણની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here