વલ્લભીપુર તાલુકાના કંથારિયા ગામે વિદેશી દારૂની ૧૧૮ બોટલ સાથે વલ્લભીપુર પોલીસે કુલ ત્રણ શખ્સોને ઝડપી લઈ વલ્લભીપુર પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વલ્લભીપુર તાલુકાના કંથારિયા ગામે સ્મશાનાની પાછળ આવેલી બાવળની કાટમાં નરેન્દ્રભાઈ ઉર્ફે નરો બાબુભાઈ દલસાણીયા કારમાં વિદેશી દારૂ લાવ્યા હોવાની બાતમીના આધારે વલ્લભીપુર પોલીસે તપાસ કરતા બાતમી વાળા સ્થળે તપાસ કરતા જીજે-૦૩-એનએફ-૯૪૭૮ નંબરની કારની ડિકીમાં તથા પાછળની સીટના ભાગે ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૧૮ બોટલ કિંમત રૂ.૧,૫૩,૪૦૦ સાથે નરેન્દ્ર ઉર્ફે નરો બાબુભાઈ દલસાણીયા (રહે.કંથારિયા), દિલીપ મનુભાઈ ખાચર (રહે.નોલી, સાયલા, જી.સુરેન્દ્રનગર) અને પ્રદીપ હરેશભાઈ ખાચર (રહે.ખાંભડા, તા.બરવાળા)ને વિદેશી દારૂ, કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.૩.૬૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ત્રણેય વિરૂદ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

