BOLLYWOOD : પલક તિવારી મોઢું ઢાંકીને ઈબ્રાહિમ સાથે ફરવા ઉપડી

0
38
meetarticle

પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન સાથે સાથે નવાં વર્ષની રજાઓ માણવા ફરવા ઉપડયાં હતાં. પલક તિવારીએ પોતાની ઓળખ છૂપાવવા માટે મોઢે માસ્ક પહેરી રાખ્યું હતું. તે અને ઈબ્રાહિમ થોડું અંતર જાળવીને આગળ પાછળ આવ્યાં હતાં.

જોકે, બંને પાપારાઝીઓનાં કેમેરામાં કેદ થઈ ગયાં હતાં. પલક તિવારી અને ઇબ્રાહિમ અલી ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા ૨૦૨૨થી થઇ રહી છે. બન્ને જણા વારંવાર સાથે વેકેશન અને પાર્ટીઓમાં પણ સાથે દેખાતા હોય છે. જોકે, ઈબ્રાહિમના દાવા અનુસાર પલક તેની ફક્ત સારી મિત્ર જ છે. જોકે, બંનેના ફરી સાથે આઉટિંગથી તેના આ દાવાની પોલ ઉઘાડી પડી ગઈ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here