GUJARAT : ખંભાતમાંથી વિદેશી દારૂની ૧૪ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

0
23
meetarticle

આણંદ એલસીબી પોલીસે મળેલ બાતમીના આધારે ખંભાતના ગેસ ગોડાઉન પાછળથી વિદેશી દારૂના 14 નંગ કવાટરીયા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો 

ખંભાત શહેરના ગેસ ગોડાઉન પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી આણંદ એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસે છાપો મારતા પ્રવીણ ઉર્ફે પંજો જીવણભાઈ ખારવા ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેની મીણિયાની થેલીમાંથી વિદેશી દારૂના ૧૪ નંગ ક્વાર્ટરિયા કબજે લીધા હતા, જેની અંદાજિત કિંમત રૂપિયા ૪,૩૬૮ જેટલી થવા જાય છે. પોલીસે વિદેશી દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા આ વિદેશી દારૂ રાલજ ગામના ચુનારાવાસમાં રહેતા દશરથ ઉર્ફે જુગો દેવીપુજકેે આપ્યો હોવાની કબુલાત કરતા ખંભાત શહેર પોલીસે બંને વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here