નરોડા પોલીસે ચોક્કસ બાતમી આધારે બોગસ ગ્રાહક મોકલીને દેહ વિક્રયનો પદાફાસ કર્યો હતો. પોલીસ તપાસમાં દંપતિ મસાજ અને સ્પામાં નોકરી કરવા માટે પર પ્રાંતિય યુવતીઓને રાખતા અને બહારથી ગ્રાહક બોલાવીને રૃા. ૨૫૦૦ લેતા હતા. નરોડા પોલીસે પતિ અને પત્ની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગ્રાહક દીઠ ૨૫૦૦ લેતા હતા નરોડા પોલીસે બોગસ ગ્રાહક મોકલીદરોડો પાડતા દોડધામ મચી નરોડા પોલીસે પતિ-પત્ની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
નરોડા સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.એમ.પટેલે નરોડા પોલીસ સ્ટેશનમાં નિકોલ ખાતે રહેતા અને નરોડા હરિદર્શન ચાર રસ્તા પાસે સ્પા તથા મસાજનો વ્યવસાય કરતા યુવક અને તેમની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે કે આ સ્થળે દેવ વિક્રયનો ધંધો કરીને યુવાધનને બરબાદ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી જેને લઇને પોલીસે બોગસ ગ્રાહકને નંબર લખીને ૫૦૦ની નોટો લઇને મોકલ્યા હતા.ત્યારબાદ દેહ વિક્રયનો વ્યવસાય ચાલી રહ્યો હોવાનું સાબિત થતાં પોલીસ ત્રાટકી હતી અને બીજા રાજ્યની યુવતીઓ અને યુવકો સહિત કુલ છ લોકોની અટકાયત કરી હતી. સ્પામાં કામ કરતી મહિલાઓને મહિને પગાર પેટે ૧૫૦૦ આપતા હતા અને ગ્રાહકો પાસેથી ૨૫૦૦ રૃપિયા લઇને સ્પાના માલિક પતિ પત્ની કમિશન લેતા હતા.

