BHAVNAGAR : પાંચ સબ ડિવિઝનના 113 કનેક્શનોમાં રૂ. 43.79 લાખની વીજચોરી પકડાઈ

0
14
meetarticle

પીજીવીસીએલના ભાવનગર ગ્રામ્ય ડિવિઝ હેઠળના પાંચ સબ ડિવિઝનના ૧૧૩ કનેક્શનોમાં કુલ રૂ.૪૩.૭૯ લાખની વીજચોરી વીજતંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવી છે.

પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરીના ભાવનગર ગ્રામ્ય સબ ડિવિઝન હેઠળના સણોસરા, સિહોર ટાઉન અને ગ્રામ્ય, વરતેજ અને વલ્લભીપુર એમ કુલ પાંચ સબ ડિવિઝનમાં પીજીવીસીએલની કુલ ૪૨ ટીમો દ્વારા આજે વહેલી સવારથી વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં પીજીવીસીએલની ટીમો દ્વારા ૩૮૯ રહેણાંકી અને ૩ વાણિજ્ય મળી કુલ ૩૯૨ વીજ કનેક્શનો તપાસવામાં આવ્યા હતા. જે પૈકી ૧૧૨ રહેણાંકી અને ૧ વાણિજ્ય મળી કુલ ૧૧૩ વીજ કનેક્શનોમાં કુલ રૂ.૪૩.૭૯ લાખની વીજચોરી ઝડપાઈ હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here