BOLLYWOOD : ઉદયપુરમાં રશ્મિકા-વિજયનાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગયાનો દાવો

0
11
meetarticle

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આ મહિને ઉદયપુરમાં લગ્ન કરી રહ્યાં હોવાનો દાવો લાંબો સમયથી થઈ રહ્યો છે. જોકે, હવે સોશિયલ મીડિયા પર વાયરલ દાવો કરાયો હતો કે ઉદયપુરમાં લગ્નની સઘળી  તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. એટલી હદ સુધી દાવો કરાયો હતો કે કદાચ તા. બીજીએ જ લગ્ન સમારોહ યોજાવાનો છે. 

જોકે, આ તમામ દાવાઓ વચ્ચે રશ્મિકા કે વિજય તરફથી કોઈ પુષ્ટિ કરાઈ ન હતી. 

વાયરલ થયેલા વિડીયોમાં જણાવાયું હતું કે ઉદયપુરમાં એક હેરિટેજ પેલેસમાં લગ્ન થવાનાં છે. આ પેલેસના સ્ટાફ તથા ઈવેન્ટ પ્લાનર્સ દ્વારા પણ લગ્નની પુષ્ટિ કરી દેવાઈ છે. અગાઉ એવી વાત બહાર આવી હતી કે ઉદયપુરમાં તા. ૨૬મી ફેબુ્રઆરીએ તેમનાં લગ્ન થવાનાં છે. 

ગત ઓક્ટોબરમાં રશ્મિકા અને વિજયની સગાઈ થઈ હોવાનું કહેવાય છે. રશ્મિકાએ તેની સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ એક મુલાકાતમાં આ વિશે પૂછાતાં તેણે પરોક્ષ કબૂલાત કરતાં કહ્યું હતું કે બધાને બધી ખબર જ છે એટલે મારે કશું કહેવાનું રહેતું નથી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here