BOTAD : રાણપુર તાલુકાના જાળીલા ગામે શ્વાનોએ 40 ઘેટાંનું મારણ કર્યુ

0
18
meetarticle

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત મોડી રાત્રે રખડતા શ્વાનોએ લોહિયાળ શિકાર ખેલતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જાળીલા ગામે પશુપાલકના વાડામાં ઘૂસી ગયેલા 7થી 8 શ્વાનોએ એકસાથે 40 જેટલા ઘેટાંને ફાડી ખાતા જીવદયા પ્રેમીઓ અને માલધારી સમાજમાં ભારે અરેરાટી ફેલાઈ છે.જાળીલા ગામના પશુપાલક ધના રાઘા સાચલાના વાડામાં અંદાજે 70 જેટલા ઘેટાં બાંધેલા હતા. ગત મોડી રાત્રે અચાનક 7થી 8 જેટલા શિકારી શ્વાનો વાડામાં ત્રાટક્યા હતા. શ્વાનોએ હિંસક હુમલો કરી 40 જેટલા ઘેટાંના મારણ કર્યા હતા. વહેલી સવારે જ્યારે પશુપાલક વાડામાં પહોંચ્યા ત્યારે આ કમકમાટીભરી ઘટના પ્રકાશમાં આવી હતી.આ ઘટના જાળીલા ગામના ધનાભાઈ સાચલાના વાડામાં બની હતી. અંદાજે 7 થી 8 જેટલા કૂતરાઓ રાત્રિના સમયે વાડામાં ઘૂસી ગયા હતા અને 70 ઘેટાઓ પર હુમલો કર્યો હતો, જેના પરિણામે 40 ઘેટાંના મોત થયા હતા.ઘટનાની જાણ થતાં જ જાળીલા ગામના સરપંચ, ગામના આગેવાનો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.રાણપુર પશુ દવાખાનાના ડોક્ટરને જાણ કરાતા, તેઓ પણ પોતાની ટીમ સાથે તાત્કાલિક જાળીલા ગામે પહોંચ્યા હતા. પશુ ડોકટરોની ટીમે મારણ થયેલા ઘેટાં અને સમગ્ર ઘટનાની સ્થળ તપાસ હાથ ધરી હતી.પ્રાથમિક તપાસ મુજબ 7 થી 8 જેટલા શિકારી શ્વાનો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાય છે. મૃતક ઘેટાં પૈકી 2 ઘેટાંનું પોસ્ટમોર્ટમ (PM) કરવામાં આવ્યું છે અને તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાણપુર તાલુકા પશુચિકિત્સા અધિકારીએ શું કહ્યું

રાણપુરના પશુ ચિકિત્સા અધિકારી ડો.પ્રવીણ કણઝરીયાએ જણાવ્યુ હતુ કે આજે સવારે અંદાજે 8:30 કલાકે મને ટેલીફોનિક સૂચના મળેલી જાળીલા ગામના સરપંચ અને પશુપાલક ધનાભાઈ સાચલા દ્વારા મને જાણ કરાયેલી અને હું અને મારી ટીમ અમે સવારે 9 કલાકે ત્યાં ઘટના સ્થળે પહોચેંલા એમના વાડામાં અંદાજે 40 જેટલા ઘેંટાના ડેડબોડી હતા. મોટા ભાગના ઘેંટાઓને ગળાના ભાગે,પગના ભાગે અને થાપાના ભાગે શિકારી પશુઓ હુમલો કરવામાં આવ્યો હતો.બીજા છ થી સાત ઘેંટા જીવીત હાલતમાં હતા. તેઓ ઉપર હુમલો કરેલો હતો અને વાગેલું હતું તેમને સારવાર આપેલી છે.મરણ ગયેલા પશુ છે એમાંથી બે પશુનું પોસ્ટમોર્ટમ કરેલું છે. તેમાં અત્યારની પરિસ્થિતિ મુજબ કોઈ ચેપી રોગચારો કે એના કારણે મરણ ગયેલા હોય એવુ કંઈ જાણવા મળેલું નથી. પશુપાલકે સવારે વાડાનો ડેલો ખોલ્યો ત્યારે વાડામાંથી આઠ થી નવ કૂતરા ભગાડેલા હતા. જેઓ ઘેંટાનો શિકાર કરતા હતા અને પશુપાલકે વાડામાંથી આ કૂતરાને બહાર કાઢ્યા હતા.

ગંભીર બનાવને લઈ તંત્ર અને આગેવાનોની દોડધામ

બનાવની જાણ થતા જ ગામના સરપંચ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.આર્થિક પાયમાલી વેઠી રહેલા પશુપાલકની વહારે આવી તંત્રને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા રાણપુર પશુ દવાખાનાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.તપાસ અને પોસ્ટમોર્ટમ કરી રાણપુર તાલુકા પશુ ચિકિત્સા અધિકારીએ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી.

મૃતક ઘેંટાના માલીક પશુપાલક ને વળતરની માગ

એકસાથે આટલી મોટી સંખ્યામાં પશુઓના મોત થતા માલધારી પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે સ્થાનિકો દ્વારા આ ગંભીર ઘટના નો ભોગ બનેલ પશુપાલક માટે સરકાર,પશુપાલન વિભાગ અને વહીવટી તંત્ર પાસે યોગ્ય વળતરની માંગ પણ કરવામાં આવી રહી છે…

અહેવાલ:-વિપુલ લુહાર,રાણપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here