વીર ભાથીજી મહારાજની પવિત્ર તપોભૂમિ ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે આજે વિવિધ વિભાગોના આશરે રૂ. 348 કરોડથી વધુના જનહિતલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
આ સાથે જ, 17 ગામોને સમાવતા નવરચિત ફાગવેલ તાલુકાના નવીન તાલુકા સેવાસદનના નિર્માણ માટે આજે જમીન ફાળવણીનો હુકમ પણ સુપ્રત કર્યો, જે ભવિષ્યમાં વહીવટી પ્રક્રિયાઓને વધુ વેગવંતી બનાવશે.

આરોગ્ય, પાણી પુરવઠા, માર્ગ-મકાન અને શહેરી વિકાસ વિભાગના કામો હેઠળ જિલ્લાના વિવિધ પંથકમાં આરોગ્ય કેન્દ્રો, સબ-સેન્ટર્સ, ગામડાઓમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડતી યોજના, સોલીડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ, રોડ-રસ્તાઓનું નવીનીકરણ અને નડિયાદ મહાનગરપાલિકામાં આધુનિક શહેરી સુવિધાઓ નાગરિકોના રોજિંદા જીવનને વધુ સરળ અને સુવિધાજનક બનાવશે.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ફાગવેલમાં ગુજરાત ગૌરવ યાત્રાથી જે વિકાસયાત્રા શરૂ કરી હતી તેને ગુજરાતે નવી ઊંચાઈએ પહોંચાડી છે.
તેમના માર્ગદર્શનમાં સરકાર પારદર્શી વહીવટ અને સુખ-સુવિધાઓ દ્વારા દરેક નાગરિકના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા કાર્યરત છે.
શહેરો અને ગામડાઓમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાની સાથે સ્માર્ટ, સસ્ટેનેબલ અને ગ્રીન ગ્રોથ દ્વારા ગુજરાતને વિકાસના દરેક માપદંડ પર અગ્રેસર રાખવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
આઝાદીની ચળવળમાં અગ્રેસર ખેડા જિલ્લો વિકાસની આ યાત્રામાં પણ અગ્રીમ રહે અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે તેવું આહવાન આ પ્રસંગે કર્યું…
REPOTER : હસમુખભાઈ નાયક ખેડા,

