મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાના અધ્યક્ષસ્થાને લુણાવાડા વિશ્રામગૃહ ખાતે કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં સંયોજકો અજયસિંહ, ભરત પટેલ, મહેશભાઈ, મીડિયા સંયોજક અને પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ કર્તવ્ય ભવનમાં રજૂ થયેલું રૂ. ૫૩.૫ લાખ કરોડનું આ બજેટ ‘વિકસિત ભારત @ 2047’ના પાયાને સશક્ત કરનારું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ સતત ૯મી વખત બજેટ રજૂ કરીને દેશની નારીશક્તિનું ગૌરવ વધાર્યું છે.
આ બજેટ યુવા, નારી, કિસાન, શ્રમિક અને ઉદ્યમી શક્તિને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલું પંચશક્તિ પર આધારિત ‘યુવાશક્તિ ડ્રિવન’ બજેટ છે. આ બજેટ આર્થિક વિકાસને વેગ, નાગરિકોની આકાંક્ષાઓની પૂર્તિ અને છેવાડાના માનવી સુધી લાભો પહોંચાડવાના ત્રણ મુખ્ય કર્તવ્યોના સંકલ્પ પર આધારિત છે. બજેટમાં આરોગ્ય, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ, સ્પોર્ટ્સ, MSME અને AIના સકારાત્મક ઉપયોગ જેવા વિષયો સર્વગ્રાહી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.આ બજેટમાં લોથલ-ધોળાવીરાનો વિકાસ, MSME ક્લસ્ટર પાર્ક અને ગિફ્ટ સિટી માટેની નવી જોગવાઈઓથી ગુજરાતના ખેડૂતો, યુવાનો અને ઉદ્યોગકારોને સીધો ફાયદો થશે.
આ બજેટ માત્ર આંકડાકીય દસ્તાવેજ નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં એક ઐતિહાસિક કદમ છે તેમ જણાવી કેન્દ્ર સરકારને સર્વસ્પર્શી સર્વ સમાવેશક વિકાસલક્ષી બજેટ માટે અભિનંદન પાઠવ્યા હતા.
REPOTER : કાનજી ધામોત મહીસાગર

