મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલએ તાજેતરમાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને 3D ટોમોસિન્થેસિસથી સંચાલિત હાઇ-ટેક ડિજિટલ મેમોગ્રાફી મશીન રજૂ કર્યું છે. આ ટેક્નોલોજી અને મશીનની મદદથી સ્તન કૅન્સરના દર્દીઓને એનો ખૂબ જ લાભ થશે. આ ટેક્નોલોજી બ્રેસ્ટ કૅન્સરની સ્ક્રીનિંગમાં એક આગવું પગલું છે. આ ટેક્નોલોજી દ્વારા બ્રેસ્ટ કૅન્સરનું ચેક ખૂબ જ ઝડપી થશે અને ચોક્કસ પણ પરિણામ મેળવી શકાશે.

આ મશીન ખાસ કેમ છે?
આ સામાન્ય મેમોગ્રામ નથી. તેમાં અદ્યતન ઇમેજિંગ કોમ્પોનેન્ટ્સ છે અને 3D ઇમેજિંગનો ઉપયોગ કરીને સ્તનના ટિશ્યુની સમસ્યાઓને શોધી શકાય છે. AIની મદદથી શરીરમાં થતી અસામાન્યતાઓ વહેલી તકે પકડી લેવામાં આવશે, જેથી દર્દીઓ અને ડૉક્ટરો બંને માટે પ્રક્રિયા વધુ સરળ બને છે.
AI ખરેખર કેવી રીતે મદદ કરે છે?
AI ચોકસાઈ વધારે છે જેથી ઓછા લોકોને ફરી સ્કેન કરાવવાની જરૂર પડે અને પરિણામો ઝડપથી મળે. એટલે કે જરૂર પડે તો સારવાર વહેલી તકે શરૂ થઈ શકે છે. ડૉ. સુદીપ ગુપ્તા કહે છે કે વહેલી સ્ક્રીનિંગ જીવ બચાવી શકે છે. બીજી તરફ ડૉ. સી.એસ. પ્રમેશ કહે છે કે આ ટેક્નોલોજી તેમની સેવાઓ માટે મોટું અપગ્રેડ છે.
હમણાં જ કેમ મહત્વનું છે?
ભારતમાં સ્તન કૅન્સર વધુ સામાન્ય બનતું જાય છે, તેથી આવી સારી સાધનો તેને વહેલી તકે પકડવા અને જીવ બચાવવાની દર વધારવા માટે અત્યંત જરૂરી છે. આ મશીન જૂની પદ્ધતિઓ કરતાં વધુ કાર્યક્ષમ છે.

