સુરેન્દ્રનગરની જનતાને સારી સુવિધા માટે તે માટે એસટી વિભાગે સુરેન્દ્રનગર-અમદાવાદ રૂટ પર ૨*૨ એસી પ્રિમિયમ બસ શરૂ કરી છે. પરંતુ હવે નવી ફાળવવામાં આવેલી બસમાં પણ ખામી સર્જાતી હોવાનું સામે આવ્યો છે.

શનિવારે બપોરના ૩.૩૦ વાગ્યે સુરેન્દ્રનગરથી અમદાવાદ જતી એસી બસમાં અચાનક ખામી સર્જાઇ હતી. જેના કારણે બુકિંગ કરેલા બુકિંગ કેન્સલ કરતા મુસાફરો રજડી પડયા હતા અને સાદી બસમાં મુસાફરી કરવા માટે મજબુર બન્યા હતા. અચાનક બસ રદ કરવામાં આવતા લોકોએ હોબાળો મચાવ્યો હતો અને આ મુદ્દે એસટી વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી.આ મામલે એસટી અધિકારીઓએ જણાવ્યું હતું કે રેડિયેટરમાં ખામી સર્જાઇ હોવાના કારણે રૂટ કેન્સલ કરવો પડયો હતો. તેમજ તેમણે મુસાફરોના ટિકિટના પૈસા રિફંડ આપવાની ખાતરી આપી હતી. જોકે, આ સમયે મુસફરોએ ટિકિટ રિફંડને બદલે પ્રિમિયમ એસી બસની સામે બીજી એસી ફાળવવાની માંગણી કરી હતી. તેમજ ડેપોમાં એક્સ્ટ્રા એસી બસ રાખવા માંગ કરી હતી જેથી આવી સ્થિતિમાં મુસાફરોના હાલાકી વેઠવી ન પડે.

