ચેક બાઉન્સના કેસમાં તિહાર જેલમાં બંધ રાજપાલ યાદવની મદદ માટે અનેક કલાકારો આગળ આવ્યા છે. રાજપાલ યાદવનું દેવું ચૂકતે થાય તથા તે જેલમાંથી બહાર આવે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.

રાજપાલ યાદવે પોતાની પાસે પૈસા પણ નથી કે મિત્રો પણ મદદ કરે તેમ નથી તેવું કહ્યું હતું. તે પછી બોલિવુડમાંથી સોનુ સુદ, સલમાન ખાન, અજય દેવગણ, વરુણ ધવન સહિતના કલાકારોએ મદદનો હાથ લંબાવ્યો છે. રાજપાલ યાદવ પર નવ કરોડનું દેવું છે. તે ચૂકવવા માટે અનેક કલાકારોએ ઓફર કરી હોવાનું તેના મેનેજરે કહ્યું હતું. અગાઉ સોનુ સુદે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે સખાવત તરીકે નહિ પરંતુ રાજપાલ યાદવનું ગૌરવ જાળવવા માટે ઈન્ડસ્ટ્રીએ સાથે આવવુું જોઈએ. મારા તરફથી હું મારી આગામી ફિલ્મમાં રાજપાલ યાદવનો સમાવેશ કરીશ અને તેની સાઈનિંગ એમાઉન્ટ રુપે પૈસા આપીશ.

